તરણેતરના મેળામાં ફરજ પર બેદરકારી બદલ 25 હોમગાર્ડ, ત્રણ જીઆરડી જવાન સસ્પેન્ડ
ધ્રાંગધ્રા ગુજરાતના સુપ્રસિધ્ધ તરણેતરના મેળામાં ફરજમાં મૂકવામાં આવેલા 25 હોમગાર્ડ જવાન અને 3 જીઆરડી જવાન દ્વારા ફરજમાં બેદરકારી તંત્રના ધ્યાને આવી હતી. આથી જિલ્લા પોલીસવડા દ્વારા તાત્કાલિક ઓર્ડર જાહેર કરી ફરજ મોકૂક કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજ્યના સુપ્રસિદ્ધ તરણેતર મેળામા કાયદાને વ્યવસ્થા માટે આઈજી, ડીએસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનોને ફરજમાં મૂકવામાં આવે છે. ત્યારે ફરજ દરમિયાન બેદરકારી રાખવામાં આવતા પહેલા પોલીસ જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરજમા બેદરકારી દાખવતાં 25 જેટલા હોમગાર્ડ જવાન અને 3 જીઆરડી જવાન સામે જિલ્લા પોલીસવડા ડો.ગિરિશકુમાર પંડ્યા દ્વારા કડક કામગીરી કરીને ફરજ મોકૂફી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આમ ફરજમાં બેદરકારી રાખનાર કર્મચારી સામે પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ધ્રાંગધ્રા, રાજસીતાપુર અને પાટડી યુનીટના કર્મચારીઓ સામે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસવડા દ્વારા કડક કામગીરી કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે ફરજમાં બેદરકારી દાખવતાં કર્મચારીઓ હવે સાનમા સમજી જઈને ફરજ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવશે.