For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેન સંચાલનમાં અવરોધ બનનાર 18 વિરૂધ્ધ 25 ગુના દાખલ

04:55 PM Oct 09, 2025 IST | Bhumika
રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેન સંચાલનમાં અવરોધ બનનાર 18 વિરૂધ્ધ 25 ગુના દાખલ

સેવા હી સંકલ્પ અભિયાન હેઠળ રેલવે સુરક્ષા દળ દ્વારા કાયદો અને વ્યવસ્થા, જનજાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (RPF) એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા મુસાફરો અને રેલવેની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તેમની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સપ્ટેમ્બર (01.09.2025થી 30.09.2025) મહિના દરમિયાન સેવા હી સંકલ્પ અભિયાન હેઠળ, આઇજી-સહ-પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વમાં આરપીએફ રાજકોટ ડિવિઝને અનેક જનહિતકારી અને નોંધપાત્ર કાર્યો કર્યા છે.આ અભિયાનો હેઠળ હાથ ધરવામાં આવેલા મુખ્ય કાર્યોમાં ઓપરેશન અમાનત અંતર્ગત આરપીએફે મુસાફરોને પ્રમાણિકતાપૂર્વક મદદ કરી, ટ્રેનો અને સ્ટેશનો પર ભૂલથી છૂટી ગયેલા 23 મુસાફરોનો આશરે ₹2,19,982/- મૂલ્યનો સામાન હેમખેમ પરત કર્યો.

Advertisement

ઓપરેશન સતર્કમાં ગેરકાયદેસર દારૂૂની તસ્કરી વિરુદ્ધ કાર્યવાહી કરીને 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત જીઆરપીને સોંપવામાં આવ્યો. ઓપરેશન નન્હે ફરિશ્તેમાં ઘરથી ભાગી ગયેલા 14 વર્ષના બાળકને સુરક્ષિત રીતે તેના પરિજનોને સોંપવામાં આવ્યો, જે આરપીએફની સંવેદનશીલતા દર્શાવે છે.

ઓપરેશન સમય પાલનમાં ટ્રેન સંચાલનમાં અવરોધ ઊભો કરનારા 18 આરોપીઓ વિરુદ્ધ 25 કેસ નોંધીને જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી ઓપરેશન જનજાગરણમાં મુસાફરોને સુરક્ષા અને જાગૃતિ માટે પ્રેરિત કરવા માટે આરપીએફ દ્વારા બેનર, પી.એ. સિસ્ટમ દ્વારા ઘોષણાઓ અને ગ્રામ્ય સરપંચો/મુખીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ અભિયાનોમાં રેલ લાઇન ક્રોસ ન કરવા, પથ્થરમારો, નશામુક્તિ, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી વિરુદ્ધ જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આરપીએફ, રાજકોટ ડિવિઝનના આ સતત પ્રયાસોએ માત્ર રેલવે પરિસરોની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી નથી, પરંતુ મુસાફરોમાં રેલવે પ્રત્યેનો વિશ્વાસ અને સુરક્ષાની ભાવનાને પણ મજબૂત બનાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement