રાજ્યના 24 મામલતદારોની બદલી, રાજકોટ ડિઝાસ્ટરમાં મીરા જાની મુકાયા
પૂર્વના મામલતદાર ચાવડાની ખેડામાં ચીટનીસ તરીકે બદલી
રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીઓનો દોર હાલ પણ યથાવત છે. પોલીસકર્મીઓની બદલીઓ બાદ હવે મામલતદારોની બદલીનાં આદેશ કરાયા છે. માહિતી અનુસાર, એક સાથે 24 મામલતદારોની બદલી કરાઈ છે. મહેસૂલ વિભાગે આ બદલી અંગે આદેશ કર્યા છે. જેમાં રાજકોટ શહેર પૂર્વ, મામલતદાર શૈલેષકુમાર જે. ચાવડાની ખેડા જિલ્લાનાં અધિક ચિટનીસ તરીકે બદલી કરાઈ છે. જયારે પોરબંદરથી મીરા જાનીને રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં મુકવામાં આવ્યા છે.
રાજ્યમાં મામલતદારની બદલીને લઈને મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, સરકાર દ્વારા એક સાથે 24 મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા બદલીઓનો આદેશ કરાયો છે. અમદાવાદ જિલ્લામાં બાવળાનાં મામલતદાર ઘનશ્યામ બી. પટેલની બદલી ગાંધીનગર જિલ્લા રાહત નિયામકની કચેરી -2 ખાતે આવેલ વ્યવસ્થાપન આપત્તિ સેલ-ઇમરજન્સી રિસ્પોન્સ ઓપરેશન સેન્ટરમાં મામલતદાર તરીકે થઈ છે.
ઉપરાંત, પોરબંદર જિલ્લાનાં પબ્લિક રિલેશન ઓફિસર મીરાબેન એચ. જાનીની બદલી રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગમાં મામલ મામલતદાર તરીકે ટ્રાન્સફર અપાયું છે. જુનાગઢ જિલ્લાનાં પબ્લિક રિલેશન ઓફિસર અશોકકુમાર જે. મકવાણાને અમરેલી જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગમાં મામલતદાર તરીકે ટ્રાન્સફર કરાયા છે.
