રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમીન માર્ગ, મોટી ટાંકી ચોક, રણછોડનગરમાં 24 મિલકત સીલ, 29 એકમોને જપ્તીની નોટિસ

03:30 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ રિકવરી ઝુંબેશ શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત આજરોજ અમિનમાર્ગ, મોટીટાંકી ચોક, રણછોડનગર, ગોકુલનગર અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી વધુ 24 મીલ્કતો સીલ કરી 29 આસામીઓને જપ્તીની નોટિસ ફટકારી હતી. તેમજ સ્થળ ઉપર રૂા. 50.57 લાખની વસુલાત કરી હતી. આથી વેરાવિભાગની આવક રૂા. 280.16 કરોડે પહોંચી છે. મનપાના વેરાવિભાગ દ્વારા આજે ગિરનાર ટોકિઝ નજીક આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.75,600, સંત કબિર રોડ પર 3-યુનિટને નોટીસ આપેલ, સંત કબિર રોડ પર 6-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.60 લાખ, રણછોડનગરમાં આવેલ 2- યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.12.2 લાખચેક આપેલ, મોટી ટાંકી ચોક પાસે આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.97 લાખ, યુનિટી પ્રાઇમમાં 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.89 લાખ, અમીન માર્ગ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.22.50 લાખ. ચેક આપેલ, મવડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.44,298, શિવધારા સોસાયટીમાં 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.40,027, ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.90,394, વાવડી વિસ્તારમાં આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.55,850, ગોકુલનગરમાં 2-યુનિટને નોટીસ આપેલ, આજી ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.65,000, આજી ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી ચેક આપેલ, કોઠારિયા મેઇન રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા ઙઉઈ ચેક આપેલ, કોઠારિયા મેઇન રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂ.90,000નો વેરો ભરપાઈ કર્યો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsproperties sealedrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement