ડાર્ક ફિલ્મ, નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 24 ચાલકો ઝડપાયા
જામનગરમાં કાલાવડ નાકા બહારનો રંગમતી પરનો બ્રિજ જર્જરીત હોવાથી ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવા માં.આવ્યો છે. આ .અંગે મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી એ ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતા ની રૂૂએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી.છે.કે જામનગર મહાનગરપાલિકાની હદ માં કાલાવડ નાકા થી કલ્યાણ ચોક તરફ જતા રસ્તા પર રંગમતી નદી પર આવેલ રીવર બ્રીજ જર્જરિત થયેલ હોવાથી, તમામ પ્રકારના ભારે વાહનો માટે નવો બ્રીજ ન બને ત્યાં સુધી દરેક પ્રકારની સલામતીના કારણોસર બંધ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે, જેનો અમલ કરવાનો હુકમ ફરમાવું છુ. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ પ્રકારના ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે મહાપ્રભુજી બેઠક થી અન્નપૂર્ણા સર્કલ થઇ ત્રણ દરવાજા થઈ દરબાર ગઢ તરફ આવક જાવક કરી શકાશે.