ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાડા ગામમાંથી 24 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી પકડાઈ

12:15 PM Jul 27, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પોલીસને જોઇ આરોપી નાસી છુટયો

Advertisement

જામનગર તાલુકાના બાડા ગામમાં પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી 24 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, જયારે મકાનમાલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

જામનગર તાલુકાના બાડા ગામમાં રહેતા વિશાલસિંહ બાબભા જાડેજાના મકાનમાં ઇંગલિશ દારૂૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, તેવી બાતમી ના આધારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી 24 નંગ નાની ઈંગ્લીશ દારૂૂ ની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી લીધો હતો, જયારે આરોપી વિશાલસિંહ બાબભા જાડેજા પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર નજીક નવાગામમાં ગોપાલ ચોકમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા નામના શખ્સ ને પોલીસે બે નંગ ઈંગ્લીશ દારૂૂ ની બાટલી સાથે ઝડપી લીધો છે.

Advertisement
Advertisement