ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડિસ્ટ્રિકટ કેડર સહિત રાજયના 229 જજની બદલી

04:36 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના ડિસ્ટ્રિકટ જજ વિક્રમસિંહ ગોહિલને ગીર સોમનાથ અને મહેસાણાના જીતેન્દ્રકુમાર શાહને રાજકોટમાં મૂકાયા; સાતને ડેપ્યુટેશનમાં પોસ્ટિંગ

Advertisement

ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા મોડી રાત્રે જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ કેડરના 22ની બદલી અને 7ને અન્ય ડેપ્યુટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જ્યારે સિનિયર સિવિલ જજ કક્ષાના 131 અને અધિક સિવિલ જજ કક્ષાના 69 ન્યાયધીશોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજકોટના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિક્રમસિંહ ગોહિલની ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને મહેસાણાના જીતેન્દ્રકુમાર શાહને નિમણુંક આપવામાં આવી છે.
વધુ વિગત મુજબ ઉનાળુ વેકેશન ખુલવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના આદેશને પગલે રજીસ્ટ્રાર જનરલ એસ.ડી.સુથાર દ્વારા મોડી રાત્રે જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીનો લીથો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સિનિયર-જુનિયર અને ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલને વેરાવળ ખાતે તેમના સ્થાને જીતેન્દ્રકુમાર શાહની નિમણુંક આપવામાં આવી છે. ભરૂૂચના કે.આર.ઉપાધ્યાયને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ જજ તરીકે, વેરાવળના ડિસ્ટ્રિક્ટ જજ એન.સી.રાવલને વલસાડ, બોટાદના ડિસ્ટ્રિક્ટ જજ એચ.આર.રાવલને અમદાવાદ, છોટા ઉદેપુરના એમ.જે.પરાસરને બોટાદ, ભૂજના એમ.એલ.વ્યાસને મહેસાણા, મોરબીના ડી.પી.મહિડાને ભૂજ, રાજકોટના પી.જે.તમાંકુવાલાને નવસારી, જે.એન.ઠક્કરને ગાંધીનગર, વેરાવળના ટી.પી.આહુજાને ફેમિલી કોર્ટ વેરાવળ, ભૂજના બી.બી.રાજનને મુંદ્રા, ભાવનગરના એમ.ડી.રાઠોડને અમદાવાદ અને વેરાવળના એ.પી. રણધીરને ડેપ્યુટી ડાયરેક્ટર જ્યુડિશ્યરી અમદાવાદ ખાતે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર - કચ્છના 23 સહિત રાજ્યના 69 સિવિલ જજ કક્ષાના ઓફિસરોના બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં હળવદના અર્જુનસિંઘને માળીયા, જૂનાગઢના હિતેષકુમાર મોદીને ભેંસાણ, બોટાદના મિતેષ નાસેરાને બરવાડા, જૂનાગઢના ડી.એચ.ભટ્ટને વિસાવદર, લાલપુરના એમ.એચ.મકવાણાને જોડીયા, અમરેલીના આર.એ.નાગપાલને લાઠી, જસદણના ડી.એમ.પરમારને જેતપુર, વાંકાનેરના એસ.એ.મેમણને મોરબી, ચોટીલાના કે.એન.નિમાવતને મુળી, જામનગરના એન.આર.ગોહેલને જામ જોધપુર, વડોદરાના એ.કે.શાહને ગીર સોમનાથ, કોડિનારના આર.એચ.સોલંકીને ગરબડા, ઉનાના એ.એ.જાનીને વેરાવળ, લીંબડીના ડી.વી.વ્યાસને ખેડા, પાટડીના એસ.કે. ત્રિવેદીને લખતર, સુરેન્દ્રનગરના એસ.જે.બિહારીને ધ્રાંગધ્રા, ઉપલેટાના કે.આર. ગંગનાનીને રાજકોટ, બોટાદના રવિન્દ્રકુમારને ગઢડા, જૂનાગઢના મેઘનાબેનને પાટણ, બોટાદના એચ.એચ. પટેલને રાણપુર અને વડોદરાના પી.એન.જાડેજાને તાલાલા ખાતે બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

Tags :
district cadregujaratgujarat newsjudges transferred
Advertisement
Next Article
Advertisement