મનપાની 3 કેડરની જગ્યાઓની ભરતી માટે 2103 ઉમેદવારોએ આપી પરીક્ષા
1095 ઉમેદવારો પરીક્ષામાં રહ્યા ગેરહાજર: પ્રોવિઝનલ આન્સર કી ટૂક સમયમાં મનપાની વેબસાઇટ પર મુકાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવેલ આસી.એન્જીપ.(સિવિલ), એડી.આસી.એન્જીક.(સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સંવર્ગોની જાહેરાત આપવામાં આવેલ હતી આ જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગત તા.28/07/2024 ના રોજ રાજકોટ શહેરનાં જુદા-જુદા કુલ-03 (ત્રણ) પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં એકંદરે કુલ 3198 ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ-2103 ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને 1095 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
ઉમેદવારોને પરીક્ષા સમયના 01(એક) કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટવોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.
આમ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત તા.28/07/2024 નાં રોજ લેવાયેલ આસી.એન્જીપ.(સિવિલ), એડી.આસી.એન્જીે.(સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સંવર્ગોની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. સદરહું પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.