રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુવાનની હત્યામાં ઝડપાયેલા નામચીન શખ્સ વિરુદ્ધ લૂંટ, હત્યાના પ્રયાસ સહિત 21 ગુના

04:45 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલ ચોકડી પાછળ રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં શેરી નં.પમાં રહેતા એક કેટરર્સનું કામ કરતા સંજયભાઈ મહેશભાઈ મારડીયા (ઉ.વ.35)ની ગઇકાલે છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં પોલી- આરોપી હિસ્ટ્રીશીટર ભરતદાન ભીમદાન દેથા (રહે. શ્રી હરિઓમ સોસાયટી, કોઠારીયા રીંગ રોડ)ની પીઆઇ એમ.એમ.સરવૈયા, નિલેશભાઈ મકવાણા અને હિરેનભાઈ પરમાર સહિતે ધરપકડ કરી હતી.પોલીસે હત્યાનો ભોગ બનનારના પત્ની હિનાબેન મારડીયા (ઉ.વ.30)ની ફરિયાદ પરથી ભરતદાન દેથા સામે ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

હિનાબેને પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈકાલે સાંજે સંજયભાઈ તેના પુત્રને સ્કૂલેથી તેડીને ઘરે આવ્યા બાદ ઘેરથી હું હમણા આવું છું કહીને નીકળી ગયા હતા.બાદમાં તેણે રાત્રે પતિ સંજયને ફોન કરી જમવા ક્યારે આવો છો તેમ પૂછતા તેણે આ જોને ભરતદાન ગઢવી મારી સાથે લપ કરવાનું કરે છે તેમ કહ્યું હતું.

થોડીવાર બાદ તેનો નાનો ભાઈ તેજસ કે જે તેજ વિસ્તારમાં રહે છે તે તેના ઘેર આવ્યો હતો. અને બોલાવતા તે પિતાના ઘરે ગયા હતા.જ્યાં તેના પિતાએ મારા બાઈક પાછળ બેસી જા આપણે જવાનું છે કહેતાં તે બેસી જતા બંને રિદ્ધિ-સિદ્ધિના નાલા પાસે ઇંડાની લારી ઊભી રહે છે ત્યાં જતા તેનો પતિ સંજય ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા. આ સમયે ઇંડાની લારી ધરાવનારે તેને જણાવ્યું કે, તેના પતિ સંજયભાઈ ઇંડા ખાતા હતા ત્યારે આરોપીને અપશબ્દો કહેતા ઉશ્કેરાઈને ઝઘડો કરી ભરતદાને સંજયભાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા.આથી તે અન્ય પરિવારજનો સાથે તુરંત સંજયભાઈને સિવિલમાં ખસેડ્યા હતાં જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસના પીઆઈ એસ.ડી. ગીલવા સહિતના સ્ટાફે ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ કરી આરોપી ભરતદાનની ધરપકડ કરી હતી.આજે તેમને રિમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવશે.આરોપી ભરતદાન અગાઉ 2011થી 2023 સુધીમાં શહેરના અડધો ડઝન જેટલા પોલીસ મથકમાં લૂંટ, હત્યા, હત્યાનો પ્રયાસ, દારૂૂ, વાહન ચોરી, મારામારી સહિત 21 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને એક વખત પાસાની હવા પણ ખાઈ ચૂક્યો છે.

2012માં ભરતદાને વિકલાંગ યુવકની હત્યા કરી હતી

ભક્તિનગર વિસ્તારમાં પ્રજાપતિ યુવકની હત્યામાં પકડાયેલા ભરતદાન ગઢવી 2012ની સાલમાં આજીડેમ નજીક માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં રહેતા વિકલાંગ રિક્ષાચાલક જયેશ પ્રભુભાઇ વેગડાની કુવાડવા જીઆઇડીસી પાસે હત્યા કરી હતી.આ ઘટનામાં ચોટીલા દર્શને જવાના બહાને આરોપીએ મિત્ર સાથે મળી યુવકને પતાવી દીધો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement