રાજકોટ-ભાવનગર હાઇવે પર વાડીની ઓરડીમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો
રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલી ઠાકરધણી હોટલની પાછળ સોમનાથ ફાર્મની સામે વાડીની ઓરડીમા જુગાર કલબ ચાલતી હોવાની બાતમીનાં આધારે પીસીબીનાં સ્ટાફે દરોડા પાડી 76 હજારનો મુદામાલ જપ્ત કરી 10 શખસોને ઝડપી લીધા હતા.
વધુ વિગતો મુજબ રાજકોટ ભાવનગર હાઇવે પર ઠાકરધણી હોટલની પાછળ સોમનાથ ફાર્મની સામે ગોપાલભાઇ સોમાભાઇ સોલંકીની વાડીમા આવેલ ઓરડીમા જુગાર કલબ ચાલતો હોવાની બાતમીનાં આધારે પીસીબી શાખાનાં પીઆઇ ગોંડલીયાની રાહબરીમા વિજયભાઇ મેતા અને કુલદીપસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ગોપાલ સોમાભાઇ સોલંકી, આજીડેમ ચોકડી પાસે ભારતનગરમા રહેતા રણછોડ ઘુઘા કીહલા , ગંજીવાડા શેરી નં 8 ની સામે રહેતા જયદીપ પ્રભુભાઇ વાઘેલા, ગંજીવાડા શેરી નં 36 મા રહેતા હસમુખ હેમુ પરમાર , ગંજીવાડા શેરી નં 66 મા રહેતા સંજય સોમા ચાવડા, ગંજીવાડા 4પ મા રહેતા વિજય મોહન શાપરા , માડાડુંગર પાસે આવેલી રાધીકા સોસાયટી શેરી નં 1 મા રહેતા તેજસ શૈલેસ બારૈયા , મનહર સોસાયટી શેરી નં 1 મા રહેતા વિપુલ કાનાભાઇ ગોસ્વામી, રાજમોતી મીલની પાછળ મયુરનગર 1 મા રહેતા સાગર હેમુ દેગામા અને આજીડેમ ચોકડી પાસે ભારતનગર મેઇન રોડ નજીક રહેતા અજય વિરજીભાઇ દેથરીયાને ઝડપી લઇ 76 હજારની રોકડ જપ્ત કરવામા આવી હતી.