રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલી

02:00 PM Dec 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે.

મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડ્યા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ અગાઉ બે દિવસ પૂર્વે જ 7 પીએસઆઈ અને 18 પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી. હવે આજરોજ ફરી 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
જેમાં એ ડિવિઝનમાંથી 37, બી ડિવિઝનમાંથી 19, વાંકાનેર સિટીમાંથી 23, વાંકાનેર તાલુકામાંથી 20, ટંકારામાંથી 18, મોરબી તાલુકામાંથી 24, માળિયામાંથી 20 અને હળવદમાંથી 19 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીના કારણે જિલ્લાભરના પોલીસ મથકોમાં મોટાપાયે ફેરફાર થયા છે.અને હજુ પણ બદલીનો ગંજીપો ચીપાવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi newsmorbi police transferredpolice transferred
Advertisement
Next Article
Advertisement