ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દામોદર ડેરીમાંથી 205 કિલો વાસી મીઠાઈ તથા માવાનો જથ્થો ઝડપાયો

05:16 PM May 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વાડીલાલ અને હેવમોર કંપનીના આઈસ્ક્રીમના સેમ્પલ લેતુ ફૂડ વિભાગ, ખાણી-પીણીના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 17ને લાઇસન્સ અંગે નોટિસ

Advertisement

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી નંદનવન રેસીડેન્સીમાં દામોદર ડેરીમાં તપાસ કરતા સંગ્રહ કરેલ વાસી થઈ ગયેલ દુધની મીઠાઈ, માવો, ક્રંચ દાણા, ચોકલેટદાણા સહિતનો 205 કિલો અખાદ્ય જથ્થો ઝડપી તેનો સ્થળ પર નાશ કરવમાં આવ્યો હતો. તેમજ માયાણી ચોક ખાતે બેકબોન શોપીંગ સેન્ટરમાં ઓમસાંઈ ટ્રેડીંગ કંપનીમાંથી વાડીલાલ બ્રાન્ડનું વેનીલા અને બટરસ્કોચ આઈસ્ક્રીમના સેમ્પલ તેમજ મવડી મેઈન રોડ ઉપર નવલનગરમાં શ્રુતિ એન્ટરપ્રાઈઝમાંથી હેવમોર કંપનીના બ્લોકબસ્ટર, મેંગો મેજીક, અને રાજભોગ આઈસ્ક્રીમ સહિત ચાર સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ અન્ય 40 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 17ને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.

ફૂડ વિભાગ દ્વારા શહેરના હૂડકો કોઠારીયા મેઇન રોડ તથા સાંઈબાબા સર્કલ થી રોલેક્ષ રોડ- કોઠારીયા વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 17 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

ફૂડ વિભાગ દ્વારા (01)ગોપી ડાઈનિંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય ભવાની પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)સબરસ રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શ્રીજી સોપારી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મઢૂલી કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)મહાદેવ રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રવિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ઘનશ્યામ પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ઠાકર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)રામદેવ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ખોડિયાર રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ક્રિષ્ના ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)ગણેશ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)મનપસંદ નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)દિલખુશ પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)લક્ષ્મી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)શિવ છોલે કુલ્ચે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.

Tags :
Food Departmentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement