શહેરમાં 204 તાજિયા પડમાં, રાત્રે લાઇન દોરીમાં ઝુલૂસ
આવતીકાલે બપોરની નમાજ બાદ તાજિયાનું ભવ્ય ઝુલુસ, મોડી રાત્રે તાજિયા ઠંડા પડ્યા બાદ મહોર્રમ પર્વની પૂર્ણાહુતિ
રાજકોટ શહેરમાં 204 જેટલા તાજીયા આજે બપોરે ત્રણ વાગ્યે ઇમામ ખાનામાંથી પડમાં આવ્યા છે અને જનામખાનામાં માતમમાં જશે જયારે સાંજે રોજા ખોલ્યા બાદ રાત્રે લાઇન દોરીમાં ઝુલુસ રૂપે ફરશે. આવતીકાલે રવિવારે પણ બપોરની નમાજ બાદ 2-30 વાગ્યે શહેરમાં તાજીયાનું ભવ્ય ઝુલુ નિકળશે અને મોડીરાત્રે ઠંડા પડયા બાદ પવિત્ર મહોર્રમ પર્વની પુર્ણાહુતિ થશે.
પોલીસ તંત્ર દ્વારા તાજીયાના ઝુલુસને લઇને આજે અને આવતીકાલે બે દિવસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ છે તેમજ વાહન વ્યવહાર ડાયવર્ટ કરેલ છે.મુસ્લીમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ ઈમામે હુસેનની યાદમાં અને કરબલાના 72-શહીદોની યાદમાં વર્ષોથી મનાવાય રહયો છે. આ ઉજવણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટનું એક અનેરૂૂ આકર્ષણ રહયું છે. દુર દુરથી હિન્દુ-મુસ્લીમ ભાઈ-બહેનો અહીંયા આવે છે. ભાવીકો અને શ્રધ્ધાળુ પોતાની માનતા ફુલ, અગરબત્તી, સેલી, નાળીયેર ચઢાવીને પોતાની માનતા પુરી કરે છે.
ખડીચોકી એટલે તાજીયા માતમમાંથી લાઈનદોરીમાં આવે અને પરત માતમમાં ન આવે ત્યાં સુધી તાજીયાની સાથે સતત રહેવાનું અને ઉભા જ રહેવાનું અને તાજીયા માતમમાં આવે પછી જ બેસવાનું હોય છે.
આને ખડી ચોકીની માનતા કહેવાય છે. આ બહુ કઠીન માનતા છે છતાં હિન્દુ-મુસ્લીમ ભાઈ-બહેનો શ્રધ્ધાથી અને ભકિતથી આ માનતા રાખે છે. અને પોતાની જે કાંઈ માનતા હોય છે તે પુરી થાય છે.
આમ સમગ્ર રાજકોટમાં કોમી એકતા ભાઈચારાથી મહોરમનો તહેવાર ઉજવાય છે. અને તાજીયામાં, સબીલમાં, ન્યાઝમાં, પંજા સવારીમાં, અખાડામાં પણ હિન્દુ ભાઈ-બહેનો સહકાર આપે છે. સદર વિસ્તારમાં દર વર્ષે તાજીયાની સાથે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં હિન્દુ ભાઈ-બહેનો સાથે જોડાય છે.
સદર તાજીયાનો રૂૂટ ફુલછાબ ચોક. ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી. એસ.બેંક, જયુબેલી ચોક, હરીહર ચોક, સદર મેઈન રોડ થઈ ફુલછાબ ચોક આવશે. જયારે, આઝાદ ચોક, નહેરૂૂનગર, સુભાષનગર, વૈશાલીનગર હનુમાન મઢી, બહ્મસમાજ, નાણાવટી ચોકથી બધા તાજીયા ફુલછાબ ચોકમાં આવશે. આજ રીતે બન્ને દિવસ તાજીયા રૂૂટમાં ફરશે. આમ રાજકોટમાં કોમી એકતાનું અનેરૂૂ ઉદાહરણ છે. સદર વિસ્તારમાં દર વર્ષે તાજીયાની સાથે કોમી એકતા અને ભાઈચારામાં હિન્દુ ભાઈ-બહેનો સાથે જોડાય છે. ધર્મપ્રેમીઓ રતીબાપુ બુંદેલા, નરેશભાઈ મકવાણા, સંજયભાઈ પાટડીયા, દિનેશભાઈ મે, ચંદ્રેશભાઈ રાચ્છ, રવિભાઈ સોઢા, કૃષ્ણદત્તભાઈ રાવલ, જયસુખ ભાઈ ગોસ્વામી, મુન્નાભાઈ કેસરીયા, હાજી આમદભાઈ જીંદાણી, ઈકબાલબાપુ બુખારી, રફીકબાપુ બુખારી, ઈસ્માઈલભાઈ કુરેશી, એજાદબાપુ બુખારી, શબ્બીરભાઈ કુવાડીયા, ઈકબાલભાઈ ચૌહાણ, પરવેઝભાઈ કુરેશી, યુનુસભાઈ કટારીયા, રજાકભાઇ કારીયાણી, ઇબ્રાહીમભાઈ મેમણ, તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, ઉપપ્રમુખ યુનુસભાઇ હાસમબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી વિગેરે સતત તાજીયાની સાથે રહેશે. તેમ યાદીમાં જણાવે છે.
4કોઠારિયા કોલોનીના મંઝુરે ઇલાહી તાજીયા
કોઠારીયા કોલોની મંઝુરે ઇલાહી તાજીયા કમીટી દ્વારા છેલ્લા 64 વર્ષથી કલાત્મક તાજીયાનું નિર્માણ કરવામાં આવે છે. હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વ્હોરેલી શહાદત અને શાને કરબલાની યાદમાં મહોર્રમ પર્વ મનાવવામાં આવે છે. આજે સાંજે તાજીયા પડમાં આવશે. શનિવારે રાત્રે આમ ન્યાજ, સરબત વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ કમીટી દ્વારા હિન્દુ-મુસ્લીમ બિરાદરોને મંજુરે ઇલાહી કમીટી દ્વારા સન્માન કરવામાં આવશે. કોઠારીયા કોલોનીના તાજીયાના દિદાર કરવા મંઝુરે ઇલાહી તાજીયા કમીટીના રઝાકબાપુ પીરઝાદા, અકતરબાપુ બુખારી, નુરૂબાપુ પીરઝાદા, સબીરભાઇ સવાણ, અનવરબાપુ પીરઝાદા, અબજલભાઇ રાઉમા, કાસમભાઇ રાઉમા, અશરઝભા વિધાણી, અબુભાઇ, ઇકબાલભાઇ કાસટીયા, સીકંદરભાઇ, મકબુલભાઇ ચૌહાણ, અસલમભાઇ સવાણ, અબુભાઇ, કરીમભાઇ, ચીકાભાઇ, હારૂનભાઇ રાઉમા, અજરૂબાપુ, અમીતભાઇ રાઉમા, હનીફભાઇ પઠાણી, દાઉદભાઇ હેરજા, ફિરોઝભાઇ, આઝમભાઇ, આદીલ રાઉમા, ચિરાગભાઇ રાઉમા સહીતનાએ અનુરોધ કર્યો છે. તેમ તાજીયા કમીટીની યાદીમાં જણાવેલ છે.
જોખમી દાવપેચ નહીં રમવા આસીફ સલોતની યુવાનોને અપીલ
રાજકોટ શહેર તાજીયા કમીટીના પ્રમુખ આસીફભાઈ સલોતે મહામંત્રી, જનરલ સેક્રેટરી: રજાકભાઈ જામનગરી રાજકોટ) શહેરની તમામ ધમાલ કમીટીઓ, અખાડા કમીટીઓ, તાજીયા કમીટીઓ જોગ જણાવતા રાજકોટ શહેરમાં શનિવાર અને રવિવારે બન્ને દિવસ રાજકોટના રાજમાર્ગો ઉપર તાજીયાના ઝુલુસો બે દિવસ ફરવાના હોય આ બન્ને દિવસના ઝુલુસમાં બે લાખથી વધારે હિન્દુ-મુસ્લીમ સમાજ જોડાતો હોય તેને ધ્યાનમાં રાખીને ધમાલ કમીટીના તમામ સંચાલકો અને રમનારાઓને રાજકોટ શહેર તાજીયા કમીટીના પ્રમુખ આસીફભાઈ સલોત, રજાકભાઈ જામનગરી, નમ્ર અપીલ કરેલ છે કે તાજીયાની પાછળ ખળીચોકીની માનતા રાખનારા ઉઘાડા પગે ચાલતા હોય છે અને રોડની બન્ને બાજુ તાજીયા જોવનારા લોકો લાખોની સંખ્યામાં ઉભા હોય છે જેથી ધમાલ કમીટીવાળાઓ કાચની ટયુબ લાઈટો ફોડીને જે દાવપેચ રમતા હોય છે અને રોડ ઉપર કાચની સોડાબોટલો ફોડીને દાવપેચ રમતા હોય છે જેથી તાજીયાની પાછળ ખડીચોકી કરનારા લોકોના પગમાં આ કાચ લાગતા હોય છે અને ટયુબ લાઈટો ફોડતા હોય છે ત્યારે તેમા રહેલી ઝેરી ભુકીઓ તાજીયા જોવનારા લોકોની આંખમાં જાય છે જેથી આ બન્ને ચીજ ન રમવા વિનંતી છે અને રાજકોટ શહેરમાં બનતા તાજીયાઓના આગળના ભાગમાં તાજીયાના નંબર અને કયા વિસ્તારનો તાજીયા છે તે લખેલા બોર્ડ મારવા ફરજીયાત છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય રાજકોટ શહેરમાં બન્ને દિવસ તાજીયાની ઝુલુરાની વ્યવસ્થાઓનું નિરક્ષણ કરતા આસીફભાઈ સલોત, રજાકભાઈ જામનગરી, મજીદભાઈ સમા, મકબુલભાઈ દાઉદાણી, હારૂૂનભાઈ શાહમદાર, મજીદભાઈ સમા, હારૂૂનભાઈ ગામેતી, વાહીદભાઈ સમા, સમીરભાઈ જસરાયા, હનીફભાઈ માડકીયા, ઈન્તુભાઈ દાઉદાણી, રફીકભાઈ દાઉદાણી, મેહબુબભાઈ રાઉમા, મેહબુબભાઈ પરમાર, પપુભાઈ સમા, રાજુભાઈ દલવાણી, અબ્દુલબાપા ખુરશીવાલા, ઈરસાદભાઈ, મેહુબુબભાઈ રાઉમા, એહજાદભાઈ મેણ, બીલાલભાઈ પઠાણ, બાબાખાન પઠાણ, મુર્તુજાભાઈ માજોઠી, તારીકભાઈ હિંગોરજા, અફઝલભાઈ રાઉમા, સોકતભાઈ મેતર, સમીરભાઈ ચૌહાણ, અસ્તાકભાઈ મેમણ, અફઝલભાઈ દાઉદાણી, તકરૂૂભાઈ રાઉમા, યાકુબભાઈ પઠાણ, કારૂૂકભાઈ કટારીયા, મમુભાઈ મકરાણી, લાલાભાઈ રાઉમા, જમાલભાઈ મેતર, સમીરભાઈ પઠાણ, નાશીરભાઈ ભગવતીપરા, વગેરે શહેર તાજીયા કમીટી જહેમતા ઉઠાવી રહી છે.
રવિવારે સદર વિસ્તારનું કતલખાનુ- રેસ્ટોરન્ટ ઇંડાની રેકડીઓ બંધ રહેશે
અંગ્રેજી તા. 06/07/2025 ના રોજ મુસ્લીમ મોહરમની 10 તારીખ હોય આ દિવસે સહિદોને કરબલાની યાદમાં હઝરત ઈમામ હુસેન હસન હુસેનને યાદ કરીને અમે અમારા રોજી રોજગાર, કામ-ધંધા બંધ રાખીને 72 સહિદોને યાદ કરીએ છીએ. સદર વિસ્તારના કતલખાના સંચાલકો હાજી હુસેનભાઈ, હાજી કરીમભાઈ શેરૂૂભાઈ, આશીફભાઈ બેલીમ, અહેમદભાઈ હાસમબાપુ કટારીયા, હાજી કાસમભાઈ લાખા, રજાકભાઈ માંડલીયા, રફીકભાઈ જુનાગઢી, ઈકબાલભાઈ દલવાણી, ગફારભાઈ કટારીયા, અહેમદભાઈ બેલીમ, અબુભાઈ હસનભાઈ ચૌહાણ, સલીમભાઈ દલવાણી, ઈલીયાસભાઈ ચૌહાણ, જમાલભાઈ હાસમબાપુ કટારીયા, હસુભાઈ કાળુબાપુ, વિગેરેની સંયુક્ત યાદી જણાવે છે. તેમ સદર કુરેશ જમાતના પ્રમુખ (પટેલ) હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદી જણાવે છે.