કાલે 204 તાજિયા આવશે પડમાં, બે દિવસ 1889 પોલીસ તૈનાત
રવિવારે જુલુસમાં ડ્રોન કેમેરાથી નજર રખાશે, એસઓજી, પીસીબી, સ્ટ્રાઇકિંગ ફોર્સને ખાસ જવાબદારી
કરબલાના શહીદોની યાદમાં માનવતા તહેવાર મહોરમમાં મુસ્લિમ સમાજ દ્વારા રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજિયાનું નિર્માણ થયું છે. જેમાં પોલીસે 187 અને 15 ડુલડુલ સહિત 204 તાજીયાની મંજુરી આપી છે. મોહરમ માસમાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર ખુદાની બંદગી કરી રહ્યા છે અને આવતીકાલે તાજિયા સાંજે પડમાં આવશે અને આશુરાનો દિવસ મનાવવામાં આવાશે.
તાજીયાને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બે દિવસ સુધી શહેર પોલીસ દ્વરા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના નિરીક્ષણ હેઠળ 4 ડીસીપી તેમજ પોલીસ અને એસઆરપી સહીત 1889થી વધુ પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. તાજીયાના ઝુલુસમાં પોલીસ ડ્રોન કેમેરાથી સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવશે તેમજ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી અને પેરોલ ફર્લો સ્કોડ અને સ્ટ્રાઈકિંગ ફોર્સને ખાસ બંદોબસ્તની જવાબદારી સોપાઈ છે.
આશુરાના દિવસ નિમિતે કાલે સાંજે તમામ તાજિયાઓ પડમાં આવી જશે અને રાત્રે પછી પોતપોતાના માતમમાંથી ઉઠીને નિયત મુજબના રૂૂટ ઉપર આખી રાત ફરશે અને સવારે જે તે જગ્યાએ પરત આવી જઇ કાલે બપોર બાદ ફરી જુલૂસરૂૂપે ફરીને રાત્રીના 12 વાગ્યે ઇમામખાનાઓમાં પહોંચીને વિસર્જિત થશે. અને રવિવારે સવારે તાજીયાનું ઝુલુસ નીકળશે ત્યારે જુલુસને લઇને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,જેસીપી મહેન્દ્ર બગડિયા ,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી સજ્જનસિંહ પરમાર,ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી પૂજા યાદવ સુપરવિઝન હેઠળ 8 એસીપી,15 પીઆઈ,46 પીએસઆઈ,546 હેડકોન્ટેબલ/કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, 200 એસઆરપી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો મળી કુલ 1889 પોલીસ સ્ટાફ બંદોબસ્ત માટે તૈનાત રહેશે.તાજીયાના ઝુલુસમાં પોલીસ ડ્રોન કેમેરાથી સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવશે.
ક્રાઈમ બ્રાંચ,એસઓજી,પેરોલ ફર્લો સ્કોડ અને સ્ટ્રાઈકિંગ ફોર્સને ખાસ બંદોબસ્તની જવાબદારી સોપાઈ છે. ઉપરાંત તાજીયાનું વિશાળ જુલૂસને લઈને શહેર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. આવતીકાલે તા.05/07/25ના સાંજે 8 થી તા.06/07/25ના સવારે 5 સુધી તથા તા.06/07/25ના બપોરના 12 કલાક થી રાતે 12 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે અને પાર્કીંગ માટે પ્રતિબંધીત કરવામાં આવે છે. તેમજ સદર બજારમાં જરૂૂરીયાત મુજબ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય અને આ મહોરમના તહેવાર દરમ્યાન ખુબજ બહોળી સંખ્યામાં લોકો તાજીયા જોવા માટે આવતા હોય, જેથી તાજીયાના રૂૂટમાં કોઈપણ પ્રકારની ટ્રાફીક સમસ્યા ઉભી ન થાય અને સરળતાથી તાજીયા પસાર થાય તે હેતુસર શહેરના કેટલાક રસ્તાઓ ઉપર નો-પાર્કિંગ તેમજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત ફરમાવ્ય માં આવ્યો છે. જેમાં 80 ફુટ સોરઠીયા-વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ, ગરુડ ગરબી ચોકથી વિરાણી વાડી કોઠારીયાનાકા પોલીસ ચોકી સુધી તેમજ ભાવનગર રોડ પાંજળાપોળ ટી ચોકથી ગરુડ ગરબી ચોક અને ગઢવીરાંગ ભીચરીનાકાથી ગરુડ ગરબી ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. કોઠારીયા નાકા પોલીસ ચોકી થી પેલેસરોડ, ગુંદાવાડી પોલીસ ચોકી થી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે.દરબારગઢ થી સોની બજાર રોડ, કોઠારીયા પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. ભુપેન્દ્ર રોડ દિવાન પરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્રરોડ/પેલેસ રોડ ટી પોઇન્ટ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. યુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. રૈયા ચોકડીથી આમ્રપાલી અંડર બ્રીજ સુધી તથા કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટીટાકી ચોક, લીમડા ચોક, એસ.બી.આઈ. ચોક, જયુબેલી ચોક, હરીહર ચોક સદર પોલીસ ચોકીથી, સદર બજાર ફુલછાબ ચોક સુધી જે રોડ ઉપર તાજીયા પસાર થાય છે તે રોડ ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. મહીલા અંડર બ્રીજથી કિશનપરા ચોક સુધી ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે અને તમામ વાહનો ટાગોર રોડથી જઈ શકશે તેમજ અરવિદભાઇ મણીયાર હોલથી જ્યુબેલી ચોક સુધી તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ જાહેર કરવામાં આવ્યો છે.