For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા

11:43 AM Jan 13, 2025 IST | Bhumika
સુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા

Advertisement

અમરેલીની ઘટના અંગે 9 સવાલો સાથે પગલાં ભરવા કરી માગણી

પુણા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં મહિલાઓ ગઇકાલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. અમરેલીમાં યુવતીની લેટર કાર્ડમાં અડધી રાતે ધરપકડ થયા બાદ યુવતીએ જણાવ્યું કે તેને માર પણ મારવામાં આવ્યો હતો જેને લઇને આખા સમાજની પ્રતિક્રિયાઓ ખૂબ જ આઘાતજનક આવી રહી છે આજે મહિલાઓએ એકત્રિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement

મહિલાઓએ પોસ્ટકાર્ડમાં લખ્યુ છે કે, આજ આપની બહેન દુ:ખ સાથે જણાવે છે કે, અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામની એક કુંવારી દીકરીને રાત્રિના સમયે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ધરપકડ કરી બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવાની જે ઘટના બની છે તે ખૂબ જ દુ:ખદ ઘટના છે. સમગ્ર ગુજરાતમાં હજારો કરોડોના કૌભાંડીઓ, બુટલેગરો, ખૂનીઓ, બળાત્કારીઓ અને રીઢા ગુનેગારોનું સરઘસ ન કાઢી શકનારા સરકારે સામાન્ય ગુનામાં એક કુંવારી દીકરીને નેતાઓના ઇશારે રાત્રિના સમયે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ધરપકડ કરે અને બીજે દિવસે જાહેરમાં સરઘસ કાઢે તે કોઈપણ કાળે સ્વીકાર્ય હોઈ શકે નહીં આ ઘટના માત્ર કોઈ એક સમાજની દીકરી માટે નહીં પરંતુ સમગ્ર સભ્ય સમાજ માટે આઘાતજનક છે. ત્યારે આ દીકરીને ન્યાય મળે અને ફરી ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તે માટે એક બહેન તરીકે આપની પાસે 1) કુવારી દીકરીનો વરઘોડો કોણે કઢાવ્યો ? 2) નિર્દોષ દીકરીને પગે પટા કોણે માર્યા ? 3) ખોટી ફરિયાદ રદ કરવામાં આવે. 4) અસલી પત્રની એફએસએલ કરાવવામાં આવે. 5) બધા સીસીટીવી ફૂટેજ કબજે કરી તેની તપાસ કરવામાં આવે. 6) પત્રમાં લગાવવામાં આવેલા આરોપો અંગે જાહેર ખુલાસો કરવામાં આવે. 7) સમગ્ર ઘટનામાં જે પણ અધિકારી પદાધિકારી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 8) રાત્રિના સમયે મહિલાની ધરપકડ માટેની દિશાનિર્દેશોનો કડકપણે અમલ કરવામાં આવે. 9) સમગ્ર ઘટનાની સ્વતંત્ર સમિતિની રચના કરી તપાસ કરવામાં આવે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે. સહિતની માંગણીઓ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement