For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાકી વીજબિલ વસૂલવા વીજતંત્રની 200 ટીમો મેદાને: અનેકના જોડાણ કપાયા

12:32 PM Mar 13, 2024 IST | Bhumika
બાકી વીજબિલ વસૂલવા વીજતંત્રની 200 ટીમો મેદાને  અનેકના જોડાણ કપાયા
  • 2064 ગ્રાહકોના 4.08 કરોડની વસૂલાત માટે તંત્રની કવાયત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટિમો પોલીસ સાથે રાખી મેદાને. બિલ ન ભર્યું હોઈ તેવા લોકોના વીજ કનેકશન કાપવા, બિલ ભરે તેઓને સ્થળ પર જ રિસીપ્ટ આપવાની કામગીરી કરાઈ રહી છે.જામનગર પીજીવીસીએલ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના વીજ બિલ ભરવામાં અનેક ગ્રાહકો વિલંબ કરી રહ્યા છે. બીજી બાજુ વીજ તંત્ર દ્વારા બાકી બીલના ઉઘરાણાં મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીજ તંત્ર દ્વારા ગ્રાહકોને જણાવાયુ છે કે વીજ બીલની 2કમ બાકી હોય તેવા ગ્રાહકો સામે ચાલુ માસ માં જ નાણાંની વસુલાત કરવા માટે ખૂબ જ કડડાઈ થી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જે અંગે વિજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે.
આ મામલે વિસ્તારમાં રોજ 200 થી વધુ ટીમો બાકી રકમની વસુલાત માટે કામગીરી કરી રહેલ છે. ફેબ્રુઆરી ના અંત સુધીમાં કુલ સાત લાખ ગ્રાહકો પૈકી આશરે એક લાખ જેટલા ચાહકોના રૂૂા. 72 કરોડ વિજબીલ પેટે ભરવાના બાકી હોવાનું આધિકારીક રીતે સામે આવ્યું છે. વધુમાં ગત માસ ફેબ્રુ. 24 માં વસુલાતની કામગીરી દરમ્યાન કુલ બાકીદારોમાંથી 21191 ચાહકો દ્રારા વિજ બીલના બાકી રૂૂા. 11.01 કરોડ ભરપાઈ કરી કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ 2064 જેટલા ગ્રાહકોના બાકી રૂૂા. 4.08 કરોડ ભરપાઈ ન થતા તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે તેમજ હવે પછી ના દિવસોમાં પણ માસ ડિસ કનેકશન ડાઇવનું આયોજન કરી બાકી રહેલ તમામ બાકીદારોના વિજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે.

Advertisement

જો ગ્રાહકને વિજ પુરવઠો ચાલુ કરાવવા નવું વિજ જોડાણ નો થતો ચાર્જ ભરપાઈ કરી વિજ જોડાણ મેળવવાનું રહેશે. વિશેષમાં ગ્રાહકોને બીલ ભરપાઈ કરવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ ક્લેક્શન સેન્ટર માહે માર્ચ24 દરમ્યાન ચાલુ રહેશે. જે સુવિધાનો બહાળો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. જેથી અંધારપટ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માંથી મુક્ત રહી શકાય.

વિજ બીલના નાણાં પીજીવીસીએલ ઓફિસના કેશ કલેક્શન સેન્ટર ઉપર તથા ગામડાની ઈ-ગ્રામ પંચાયતમાં ભરપાઈ કરી શકાશે. તક ઉપરાંત કેશલેસ ઓનલાઈન ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્યમો થી પણ ચાહકો વિજ બીલની ચુકવણી કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement