ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ

01:44 PM Aug 30, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરને SMCની કચરા ગાડીએ અડફેટે લેતાં મોત થયું છે. પનાસ વિસ્તારમાં મનપાની કચરા ગાડીએ સ્ટેટ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિધિ કદમ મોપેડ પર સવાર થઈને જીમ જઈ રહી હતી. સુરત મનપાના કચરાના ટેમ્પો ચાલકે તેને બેફામ રીતે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિધિ કદમ મોપેડ પરથી નીચે પટકાઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે કચરાની ગાડીના ડ્રાઇવર 22 વર્ષીય ગિરીશ અડડની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર ડ્રાઇવર પાસે પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું, તે લર્નિંગ લાઇસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો.

મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પનાસ ગામ ખાતે વિધિ સંતોષભાઈ કદમ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. આ દુર્ઘટનાના પગલે વિધિના પરિવારમાં અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્ટેટ લેવલની પ્રતિભા ધરાવતી યુવતીનું આ રીતે કરુણ મોત થવાથી રમતગમત જગતમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.

Tags :
accidentdeathgarbage truckgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement