For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં પ્રવાસીને ધમકાવી 20 હજારનો તોડ

01:01 PM Sep 23, 2025 IST | Bhumika
અમદાવાદમાં પ્રવાસીને ધમકાવી 20 હજારનો તોડ

પોલીસ તંત્રને શર્મસાર કરતી વધુ એક ઘટના, મસ્કતથી આવેલા બે પ્રવાસીને લૂંટી લીધા

Advertisement

અમદાવાદના રીંગ રોડ પર તાજેતરમાં પોલીસ દ્વારા તોડ કરવામાના મામલે બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.જે પૈકી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસના તોડની ફરિયાદ મામલે ચાંદખેડા પોલીસે તપાસ કરતા તોડ કરનાર ચાર વ્યક્તિઓ પૈકી બે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ અને બે ટ્રાફિક ના ટીઆરબી જવાન હોવાનું સામે આવ્યું છે.હાલ તમામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

તોડના બનાવમાં મસ્તકથી અમદાવાદ આવેલા પંકજ ભાટીયા અને તેના ભાઈ એરપોર્ટથી વૈષ્ણવદેવી તરફ જઈ રહ્યા હતા ત્યારે એપોલો સર્કલથી વૈષ્ણોદેવી વચ્ચેના ટોલટેક્સ પાસે પોલીસે બંનેને રોકીને તેમની તપાસ કરી હતી. આ દરમિયાન તેમની પાસેથી બે દારૂૂની બોટલ મળી આવી હતી. પ્રવાસી પાસે દારૂૂની પરમીટ હોવા છતાં પોલીસ દ્વારા દારૂૂનો કેસ કરવાની ધમકી આપી હતી.

Advertisement

ચાર પોલીસકર્મીઓએ બંનેના પાસપોર્ટ જમા કરવાની ધમકી આપીને 1.50 લાખ માંગ્યા હતા.જોકે બંને ડરી જતા પોલીસ સાથે રકઝક કરીને 20 હજાર રૂૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.પોલીસે બંને પાસેથી 20 હજાર રૂૂપિયા અને બે દારૂૂની બોટલ પડાવી લીધી હતા. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરી હતી.આ મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા ચાંદખેડા પોલીસે ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી.
ચાંદખેડા પોલીસ દ્વારા ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી.

જે જગ્યાએ બનાવ બન્યો તે જગ્યામાં ટ્રાફિક પોલીસનું હાજરીનું પત્રક તપાસવામાં આવ્યું.આ ઉપરાંત ભોગ બનનારને પણ સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી.પોલીસની તપાસ દરમિયાન તોડ કરનાર આરોપીઓ એ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.જે પૈકી બે પોલીસ કોન્સ્ટેબલ છે જ્યારે બે ટીઆરબી જવાન છે.પોલીસે આ મામલે વધુ તપાસ ધરી છે.આગામી સમયમાં ચારેની ધરપકડ પણ કરવામાં આવશે.

ઝોન 2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારી ધ્યાને આવતા તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી છે.ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ જ તોડ કર્યો છે.આરોપીની ઓળખ થઈ ચૂકી છે.આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement