બોગસ બિલિંગ કૌભાંડમાં 20 શખ્સો સામે ગુજસીટોક
- કરોડોની કરચોરી કરતા રાજકોટના એક અને ભાવનગરના 19 વિરૂદ્ધ કાર્યવાહી
જીએસટીની અમલવાહી થઇ ત્યારથી બોગસ બિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભાવનગર બોગસ બિલિંગ માટેનું હબ બની ગયું છે.તાજેતરમાં આધારકાર્ડ ઉ5ર બોગસ પેઢીઓ બનાવી કરોડોની કરચોરીનું કૌભાંડ ખૂલ્યું હતું. જેમાં GST વિભાગ કડક થતા રાજકોટના એક અને ભાવનગરના 19 શખસો સામે ગુજરાતટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાવનગરમાં જીએસટીનું મસ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.કૌભાંડકારીઓ દ્વારા ગરીબ અને જરૂૂરીયાતમંદ લોકોને નાણાકીય પ્રલોભન અપાયા હતા. પ્રથમ નજીકનાં આધાર કેંદ્ર ખાતે લઈ જવામાં આવતા હતા, આધાર કેંદ્ર ખાતે તેઓનાં બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરાયા હતા. આધાર લિંકના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા. ચેડાં કરેલ આધારકાર્ડનો ઉપયોગ કરી ઙઅગ અને GST નંબર મેળવી કૌભાંડ કરાયું હતુ. 20 આરોપીઓમાંથી 14 આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એક્ટ 2015 (ગુજસીટોક) હેઠળ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. GST કૌભાંડ સંદર્ભે અત્યાર સુધીમાં 141 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પાંચ ઋઈંછ નોંધવામાં આવેલ છે. જરૂૂરી તપાસ કર્યા બાદ અને કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની અન્ય ગુનાહિત પ્રવ્રુતિનાં આધારે ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભાવનગર સમક્ષ અમીન યુનુસ કિટાવાલા અને અન્ય 19 લોકો વિરુધ્ધ મૂળ ઋઈંછ માં ૠઞઉંઈઝઘઈ એક્ટ-2015 ની ડબમ 3(1), 3(2), 3(3), 3(4) (ૠ 3(5)નો ઉમેરો કરવા અને તેને લાગુ કરવાની અરજી કરેલ હતી. આ અરજી તા.17/02/2024ના સ્વીકારવામાં આવેલ છે.
GST વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં બોગસ GST નંબર અને ક્રેડિટ મેળવવાના નામે ફરિયાદો સામે આવી રહી છે. દેશમાંથી 13 હજાર 345 બોગસ GST નંબર સામે આવ્યા છે. જેમાં ગુજરાતના 4308 બોગસ GST નંબરનો સમાવેશ થાય છે.
આ સાથે જ બોગસ ક્રેડિટ મેળવનારા સામે વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે દેશભરમાંથી 141 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીઓ આધાર સાથે લિંક મોબાઇલ નંબર બદલતા હતા, અને પોતાના ગેરકાયદે કામોને અંજામ આપતા હતા.