રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ લોકસભામાં 20.96 લાખ મતદારો

06:08 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 20.96 લાખ મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જ્યારે રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 2036 મતદાન મથકોમાંથી 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટીંગ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ માહિતી આપતાં જણાવ્યું હતું.લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આજે જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ લોકસભા બેઠકના મતદારો અને મતદાન મથકોની માહિતી આપી હતી. રાજકોટ લોકસભા બેઠકમાં રાજકોટ શહેર, મોરબી તાલુકા, વાંકાનેર, ટંકારા, પડધરી, જસદણ, વિંછીયા, લોધિકા અને કોટડાસાંગાણીનો સમાવેશ થાય છે. જેમાં કુલ 2036 મતદાન મથકો આવેલા છે.

Advertisement

રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 20,96,366 મતદારોની નોંધણી થઈ છે. જેમાં 10,85,577 પુરૂષ મતદાર, 10,10,354 સ્ત્રી મતદાર અને 35 અન્ય મતદારોનો સમાવેશ થયો છે. જ્યારે 2036 મતદાન મથકમાંથી 50 ટકા મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.રાજકોટ લોકસભા બેઠકનાં દરેક મતદાન મથકો પર પ્રિસાઈડીંગ ઓફિસર, ફસ્ટ પોલીંગ એજન્ટ, સેક્ધડ પોલીસ એજન્ટ, કલાર્ક અને પટ્ટાવાળાને નિયુકત કરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકનાં તમામ મતદાન મથકોનું ચેકીંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને પ્રાથમિક સુવિધા તમામ મતદાન મથકો પર પુરી પાડવામાં આવી છે.
રાજકોટ લોકસભા બેઠકના સેન્સીટીવ અને હાઈપર ટેન્શન વાળા મતદાન મથકો પર પોલીસ અધિકારીઓની સાથે અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવશે. જ્યારે રાજકોટ લોકસભા બેઠક માટે વધારાના 11 મતદાન મથકો રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 3, રાજકોટ પશ્ર્ચિમમાં 5, રાજકોટ ગ્રામ્યમાં બે અને જસદણમાં એક મતદાન મથકનો સમાવેશ કર્યો છે. આ વખતે 85 વર્ષની ઉંમરના વડીલો તેમજ દિવ્યાંગો માટે ઘરે જઈને મતદાન કરાવવાની જિલ્લા કલેકટર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsvoters
Advertisement
Next Article
Advertisement