મોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ
મનપા દ્વારા આજે શાસ્ત્રીનગર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.00 લાખ, સદર બજાર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.54,800, મોચી બજારમાં ગોકુલ કોમ્પ્લેક્ષ 1-યુનીટને સીલ મારેલ, પારેવડી ચોક માં ‘બી.જે.કોમ્પ્લેક્ષ’ 2-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.3.28 લાખ, મારૂૂતિ નગર મેઈન રોડ 1-યુનીટ ની સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.00 લાખ, ભાવનગર રોડ પર આવેલ ‘શિલ્પ કોમ્પ્લેક્ષ્’ ફોર્થ ફ્લોર ફ્લેટ નં -401 નોટીસ સામે રિકવરી રૂૂ.36,739, પેડક રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત, મેહુલનગર માં 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.31,140, કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં થર્ડ ફ્લોર પર 1-યુનીટ ને સીલ મારેલ, મણીનગર મેઈન રોડ પર આવેલ 1-યુનીટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.2.33 લાખનો ચેક આપેલ, કોઠારિયા મેઈન રોડ પર આવેલ ‘જય વિશ્વકર્મા એન્જી.વર્કસ’ નોટિસ સામે રિકવરી રૂૂ.20,020, કોઠારિયા મેઈન રોડ પર આવેલ સદભાવના સોસાયટી-3 માં 1-યુનીટ નાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.1.00 લાક, જંગલેશ્વર મેઈન રોડ પર આવેલ શેરી નં-3માં 1-યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.54,600, કોઠારિયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.65,419/- નો ચેક આપેલ, કોઠારિયા રોડ પર આવેલ 5-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી રૂા. રૂૂ.2.97 લાખની રિકવરી કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.