ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

19 વર્ષની યુવતી સરપંચ તરીકે ચૂંટાઇ ગઇ, ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી

03:39 PM Jul 04, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની ઘોર બેદરકારી સામે આવી છે. મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામમાં વય મર્યાદા નહી ધરાવતી યુવતી ચૂંટણી લડીને સરપંચ બની ગઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચોના સન્માન સમારોહની યાદી તૈયાર કરતી વખતે સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ મંગાવતાં સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો છે. પ્રાંત અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરી રિપોર્ટ બનાવી રાજ્ય ચૂંટણી આયોગને મોકલવા સૂચના આપી છે.

Advertisement

સામાન્ય રીતે સરપંચ બનવા માટે 21 વર્ષથી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડવા માટે 21 વર્ષની ઉંમર હોવી જરૂૂરી છે. પરંતુ, મહેસાણા તાલુકાના ગીલોસણ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની વય ધરાવતી અફરોજબાનું અબ્બાસમિયા સિપાઈ નામની યુવતી ચૂંટણી લડીને સરપંચ બની ગઈ છે.

યુવતીના આધારકાર્ડમાં 8 ડિસેમ્બર 2004ની જન્મતારીખ લખાયેલી છે. પરંતુ, તેના લિવિંગ સર્ટીફિકેટમાં 7 જાન્યુઆરી 2005ની જન્મ તારીખ છે. લિવિંગ સર્ટીફિકેટ મુજબ યુવતીના 21 વર્ષ પૂરા થતાં નથી. જિલ્લા પંચાયતે સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ મંગાવતા માહિતી સામે આવી છે. હવે તંત્રએ ઓછી વયમર્યાદા ધરાવતી સરપંચનું રાજીનામું લેવા કવાયત હાથ ધરી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરાયું છે.

તે માટે જિલ્લા પંચાયતોને યુવા સરપંચોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતે યાદી તૈયાર કરવા માટે અફરોજબાનુનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મંગાવતાં ભાંડો ફૂટ્યો હતો. આ બાબતે યુવતીને પૂછતાં તેણે રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો છે. તેણીએ કહ્યું કે, સરપંચની ચૂંટણી માટેના ફોર્મમાં ક્યાંય જન્મ તારીખ લખવાની હોતી નથી. તેમાં ફક્ત ઉંમરનો ઉલ્લેખ કરવાનો હતો. તેથી મે મારી ઉંમરનો ઉલ્લેખ કર્યો છે.

Tags :
Electionelection systemgujaratgujarat newsmehasanamehasana newssarpanch
Advertisement
Next Article
Advertisement