રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંબિકા ટાઉનશિપમાં જુગાર રમતા 19 ઝડપાયા, અનેક નાસી છૂટયા

05:53 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

હોળીનો તહેવાર નજીક આવતાં જ ઢગલીનો જુગાર ચાલુ થઈ ગયો હોય દરમિયાન પોલીસે અંબીકા ટાઉનશીપમાં દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોને ઝડપી પાડયા હતાં. જ્યારે દરોડા દરમિયાન દોડધામ મચી જતાં અનેક લોકો નાસી છુટયા હતાં. અહિં ચાર દિવસથી જુગારધામ ચાલતું હતું પ્રથમ બે દિવસ હોળીનો ઢગલી જુગાર રમ્યા બાદ ત્રીજા દિવસે તિનપતિનો જુગાર ચાલ્યો કર્યો અને ચોથા દિવસે પોલીસે ત્રાટકી જુગારીઓને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રૂા.1.97 લાખની રોકડ અને બે કાર મળી કુલ રૂા.21.32 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાની સુચનાથી પીએસઆઈ પી.બી.ત્રાજીયા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા, કૌશેન્દ્રસિંહ ઝાલા, જીલુભાઈ, મયુરસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતોં. દરમિયાન મવડી વિસ્તારમાં આવેલા અંબીકા ટાઉનશીપમાં તિરૂપતિ કોમ્પલેક્ષ નીચે બાલાજી પાન નામની દુકાન આગળ પતરા નીચે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતા જસ્મીન ઉર્ફે કાળુ નટવરલાલ સામાણી (રહે.રામધણ પાછળ રંગોળી બંગ્લોઝ મુળ ભાયાવદર), હિમાંશુ ધીરજલાલ ઉંજીયા (રહે.અંબીકા ટાઉનશીપ જીવરાજ પાર્ક મુળ રહે. પ્રેમગઢ તા.જેતપુર), જય ચીમનભાઈ બરોચીયા (રહે.ઈસ્કોન હાઈટસ અંબીકા ટાઉનશીપ મુળ, ભાયાવદર), અર્પણ નટવરલાલ વાછાણી (રહે. અંબીકા ટાઉનશીપ મુળ ભોળા ગામ તા.ધોરાજી), પ્રિયંક ચંદુભાઈ સાઈજા (રહે.150 ફુટ રીંગ રોડ, કોસ્મોપ્લેક્ષ એપાર્ટમેન્ટ મુળ, ઢોકળીયા તા.પડધરી), રાજ કિશોરભાઈ ખાંટ (રહે. શ્યામલ ઉપવન પાછળ અક્ષર પરીસર મુ.જામજોધપુર), જયવીન મહેન્દ્રભાઈ ચોવટીયા (રહે.સત્યસાંઈ હોસ્પિટલ રોડ), વિવેક વિઠ્ઠલભાઈ વડારીયા (રહે.જલજીત સોસાયટી, મુળ કેશોદ), મીથુન નરશીભાઈ મેંદપરા (રહે.વ્રજવાટીકા જીવરાજ પાર્ક મુળ કેશોદ), રવિ હસમુખભાઈ દેલવાડીયા (રહે. પાટીદાર ચોક, મુળ જામજોધપુર), નિકુંજ રસિકભાઈ સાપરીયા (રહે.સાધુ વાસવાણી રોડ મુળ જામજોધપુર), યશ સંજયભાઈ ભાલાણી (રહે.ગોપી હાઈટસ અંબીકા ટાઉનશીપ મુળ જામજોધપુર), રવિ અરવિંદભાઈ ટીલવા (રહે.ઈસ્કોન હાઈટસ અંબીકા ટાઉનશીપ, મુળ શેઠ વડાળા, તા.જામજોધપુર), મિલન મનોજભાઈ કતીરા (રહે.ભક્તિનગર સર્કલ પાસે યુગધર્મ એપાર્ટમેન્ટ), ભગીરથ રમેશભાઈ વામજા (રહે.ફોનીકસ એપાર્ટમેન્ટ મુળ વંથલી), રાજ પ્રફુલભાઈ મિરાણી (રહે.આર.એમ.સી.કવાર્ટર), મિલીંદ મુળજીભાઈ પનારા (રહે.નાનામવા રોડ મુળ વંથલી), રાજ જીતેન્દ્રભાઈ ભેંસદડીયા (રહે.સિટી ક્લાસીક અંબીકા ટાઉનશીપ મુળ મેંદરડા) અને વિશાલ ગીરધરભાઈ ભાલાણી (રહે.ઋષભ એપાર્ટમેન્ટ બીગ બજાર પાસે મુળ સુપેણી તા.ધોરાજી)ને ઝડપી લીધા હતાં.

Advertisement

પ્રાથમિક તપાસમા આરોપી જસ્મીન ઉર્ફે કાળુ સામાણી અન્ય જુગારીઓને ભેગા કરી જાહેરમાં પતરા નીચે જુગાર રમાડતો હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે પટમાંથી રૂા.2,07,400ની રોકડની રોકડ અને ફોર્ચ્યુનર અને સ્વીફટ કાર મળી કુલ રૂા.21,32,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દરોડો પાડતાં ત્યાં ચાલતા જુગારધામમાં અનેક લોકોનું ટોળુ એકઠુ હોય જેમાં નાસભાગ મચી જવા પામી હતી. જેથી દરોડા દરમિયાન અનેક શખ્સો નાસી છુટયા હતાં. પોલીસના દરોડાને પગલે આસપાસના લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતાં.

પોલીસના જણાવ્યા મુજબ હોળીનો તહેવાર નજીક આવતો હોવાથી જુગારીઓ છેલ્લા ચાર દિવસથી જુગાર રમતાં હતાં. જેમાં પ્રથમ બે દિવસ હોળીનો ઢગલી જુગાર ચાલુ કર્યો હતો જેમાં સિક્કા અને બાકસ વડે જુગાર રમતા હતાં ત્યારબાદ ત્રીજા દિવસે તિનપતિનો જુગાર ચાલુ કર્યો હતો અને ચોથા દિવસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગારીઓને ઝડપી લીધા હતાં. તાલુકા પોલીસે ઝડપાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement