ગરબામાં યુવતીઓને મહિલા હેલ્પલાઇન અંગે માહિતી આપતી 181-SHE ટીમ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં મહિલાની 181 અભયમ ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.રાજ્યના મહિલા-બાળ વિકાસ તેમજ ગૃહમંત્રાલય દ્વારા સંચાલિત બી ડિવિઝનની 181ની અભયમ ટીમ નવરાત્રી પર્વમાં મહિલાઓ ની સુરક્ષા માટે હરહમેંશ માટે હાજર હોય છે.
ત્યારે ગઈકાલે કુવાડવા રોડ સરદાર અર્વાચીન રાસોત્સવ ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ સ્થિત 181 અભયમ ટીમ તથા શી ટીમ ના સ્ટાફે મહિલાઓને સુરક્ષિત રહેવા માહિતી આપી અને વિસ્તારની પ્રાચીન ગરબીઓમાં બંને ટીમ દ્વારા પેટ્રોલીંગ કર્યું હતું.આ તકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી,મહિલા કોન્સ્ટેબલ સંગીતાબેન અને શી ટીમના કાજલબેન,હીનાબેન ધારાબેન સહિતના સ્ટાફે ગુડ ટચ બેડ ટચ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંગે જાણકારી આપી હતી.