અમદાવાદમાં રિક્ષાચાલકો પાસેથી વર્ષે 180 કરોડનું ઉઘરાણું
સ્ટીંગ ઓપરેશન થકી કોંગ્રેસનો પર્દાફાશ, હપ્તો આપનારને પોલીસ ખાસ પ્રકારના સ્ટીકર આપે છે, પત્રકાર પરિષદમાં કોંગ્રેસનો ધડાકો
અમદાવાદમાં રીક્ષાના હપ્તા દ્વારા અંદાજે 180 કરોડનાં ગેરકાયદેસર ઉઘરાણાનો આરોપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા હેમાંગ રાવલ દ્વારા કરવામાં આવ્યો છે અને આ પર્દાફાશ તેઓએ સ્ટ્રીંગ ઓપરેશન થકી કર્યાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું - મેં તાજેતરમાં એક સ્પ્રિંગ ઓપરેશન કર્યું હતું જેમાં રિક્ષાવાળા ભાઈ જોડે સંવાદ કર્યો હતો. તેનો સંપૂર્ણ વિડીયો મારી પાસે છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તે વિડીયો હું રજુ તો કરું છું પણ તેમાં રિક્ષાવાળા ભાઈનો ફેસ બ્લર કરી દેવામાં આવેલ છે.
રાવલે વધુમાં જણાવ્યું હતું કે રિક્ષાવાળા ભાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું કે પોલીસ વહીવટદાર દ્વાશ દર મહિને રીક્ષા નો રૂૂ. 1,000 નો હપ્તો લઈ રહી છે અને વાર્ષિક રૂૂ. 12,000 ગેરકાયદેસર રીતે ચૂકવવામાં આવે છે કારણકે અમદાવાદની અંદર શટલ રીક્ષા ચલાવવાની પરમિશન નથી. અમદાવાદની અંદર કુલ ત્રણ લાખ રીક્ષાઓમાંથી દોઢ લાખ જેટલી રીક્ષા જો શટલ તરીકે ચાલે છે તે મુજબ માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માધ્યમથી 180 કરોડ રૂૂપિયાથી વધારે હપ્તાની ઉઘરાણી થાય છે. હપ્તો આપનાર રીક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે અને એવી રીક્ષાઓને પોઈન્ટ પર રોકાતી નથી. દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાય છે અને દિવાળી સમયે ખાસ દીવો સ્વરૂૂપનું સ્ટીકર લગાડવામાં આવે છે. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે જો માત્ર અમદાવાદના વ્યવહારનો અંદાજ 180 કરોડ રૂૂપિયા વાર્ષિક થાય છે તો સમગ્ર ગુજરાતમાં આ ભ્રષ્ટાચારી કૌભાંડ 1000 કરોડ રૂૂપિયાથી વધુનું હોવાને ઇનકાર કરી શકાય તેમ નથી.
એ નિર્વિવાદ છે કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર, સ્ટેશન જેવી જગ્યાએ ટેક્સીઓ જવાની ના પાડે છે ત્યારે શેરીંગ રીક્ષા વડે જ સામાન્ય જનતાનું આવાગમન સંભવ બને છે.જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવામાં આવે તો રિક્ષામાં પોલીસે (શટલ) શેરિંગ પેસેન્જર તરીકે બેસાડવાની મંજૂરી આપવી જોઈએ જેથી ગરીબ રીક્ષાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતું નેટવર્ક તૂટી પડે અને પેસેન્જરોને પણ લાભ મળે. અંતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર પાસે માંગણી કરે છે કે, ઉપરોક્ત સ્ટીકર આધારિત હપ્તા ઉઘરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવન નિર્વાહ માટે શેરિંગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવામાં આવે.