રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાહેરમાં થૂંકતા 18 અને પ્લાસ્ટિક વાપરતા 26 ઝડપાયા

05:31 PM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

મનપાના પર્યાવરણ અને જગ્યારોકાણ વિભાગ દ્વારા જાહેરમાર્ગો ઉપર સફાઈ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી જાહેરમાં પાનની પીચકારી મારતા 18 વ્યક્તિને સીસીટીવી કેમેરા દ્વારા તેમજ 26 વેપારીઓને પ્રતિબંધીત પ્લાસ્ટિક વાપરતા ઝડપીપાડી 3.6 કિ.ગ્રા. પ્લાસ્ટીક અને મંજુરી વગર લગાવેલા બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા. 66,650નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.27-02- 2024 તથા તા.28-02-2024 ના રોજ 18 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15-02-2024થી તા.29-02-2024 દરમ્યાન સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ, ન્યુસન્સ પોઈન્ટ, પબ્લિક પ્લેસ પ્રોમીનેંટ એરિયાની સફાઈ, કોમ્યુંનીટી તથા પબ્લીક ટોયલેટની સફાઈ, આંગણવાડીની સફાઈ (આસપાસની સફાઈ), આરોગ્યકેન્દ્રની સફાઈ (આસપાસની સફાઈ) સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ તા.29-02-2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 26 આસામીઓ પાસેથી 3.6 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.6650/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement