For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર-દ્વારકાના 18 હજાર રાશનકાર્ડ બ્લોક કરાતા દેકારો

01:13 PM Sep 12, 2024 IST | Bhumika
જામનગર દ્વારકાના 18 હજાર રાશનકાર્ડ બ્લોક કરાતા દેકારો
Advertisement

ઈ.કે.વાય.સી.ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવતા હાલારના બન્ને જિલ્લામાં 18,917 રાશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવતા રાશન કાર્ડધારકો પરેશાન થઈ ગયા છે.રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડ, આધાર કાર્ડ લીંક નહીં કરાવનારા સૌરાષ્ટ્રના સવા લાખ થી વધુ રાશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવતા દેકારો બોલી જવા પામ્યો છે.

આથી આવા રાશન કાર્ડધારકો જરૂૂરી પૂર્તતા કરવા કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે અન્યથા તેમને આવતા માસે અનાજનો જથ્થો મળશે નહીં. છેલ્લા ત્રણ માસથી રાશન નહીં લેનારાઓનું કાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રાશન કાર્ડ-આધાર કાર્ડ લીંક કરાવતા જ ગ્રાહકોને અનાજ મળતું થશે તેમ તંત્ર જણાવે છે.

Advertisement

જામનગરમાં 143પ અંત્યોદય અને 1પ,60પ એન.એફ.એસ.એ તથા દ્વારકામાં બાવન સંત્યોદય અને 18રપ એન.એફ.એસ.એ કાર્ડ બ્લોક થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement