For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાના ગામો અને 'રૂડા' વિસ્તારની ૧૮ લાખ જનસંખ્યાને દરરોજ મળશે ૧૩૫ એમ.એલ.ડી પાણી

02:59 PM Mar 15, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લાના ગામો અને  રૂડા  વિસ્તારની ૧૮ લાખ જનસંખ્યાને દરરોજ મળશે ૧૩૫ એમ એલ ડી પાણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-‘રૂડા’ વિસ્તરના ગામોમાં વધતા વિકાસને પરિણામે આ વિસ્તારોમાં લોકોના વસવાટની થયેલી વૃદ્ધિને કારણે પાણીના વધારાની જરૂરિયાતને પહોંચી વળવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ હેઠળના હડાળા પમ્પિંગ સ્ટેશનથી કોઠારીયા હેડ વર્કસ સુધી બલ્ક પાઇપલાઇન નાખવાના આયોજન માટે ૨૯૫.૩૮ કરોડની યોજનાને મંજૂરી આપી છે.

Advertisement

આ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ કાર્યાન્‍વિત થવાથી રાજકોટ જિલ્લાના વિવિધ ગામો તથા રાજકોટ શહેરના આઉટ ગ્રોથ વિસ્તાર અને ‘રૂડા’ વિસ્તારોની કુલ મળીને ૧૮ લાખ ઉપરાંત જનસંખ્યાને રોજનો 135 એમ.એલ.પાણીનો વધારાનો જથ્થો પૂરો પાડી શકાશે. આ હેતુસર રાજકોટ શહેરની આસપાસના ‘રૂડા’ વિસ્તારના ગામો, શહેર તથા કોટડા, રીબડા, લોધિકા અને મચ્છુ જૂથ પાણી પુરવઠા યોજનાઓ માટે ૧૩૫ એમ.એલ.ડી ક્ષમતાની હડાળા થી પડવલા બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરાશે.

તે અન્વયે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હાલના હડાળા પમ્પિંગ સ્ટેશનથી કોઠારીયા હેડ વર્ક સુધી અંદાજે ૪૮ કિલોમીટરની ૧૫૦૦ મી.મી. તથા ૧૪૦૦ મી.મી.ની વ્યાસની પાઇપલાઇન, સ્ટોરેજ સમ્‍પ, પમ્પ હાઉસ, પમ્પિંગ મશીનરી સહિતની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement