વોર્ડ નં.2માં પણ ગેરકાયદેસર બાંધકામોની 18 ફરિયાદ
શહેરીજનો દ્વારા પાયાની સુવિધાઓ તેમજ અન્ય સમસ્યાઓ માટે મનપાના સિવિક સેન્ટર ખાતે ફરિયાદ કરવામાં આવે છે. જેનો નિવેડો ન આવવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે મેયર દ્વારા વોર્ડ વાઇઝ લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે.
જેમાં આજે વોર્ડ નં.2માં 135થી વધુ અરજદારોએ મેયરને અલગ-અલગ પ્રકારની ફરિયાદો કરી હતી. જેમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામોની તેમજ દબાણોની 18 ફરિયાદો સાથે 37 ફરિયાદ નોંધાઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે.
આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે.
જે અંતર્ગત આજ તા.23/07/2024, મંગળવારના રોજ સવારે 09:00થી 11:00 દરમ્યાન વોર્ડ નં.2માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.2-અ, ગીત ગુર્જરી સોસા., રામેશ્વર ચોક પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબા
ર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય અને વોર્ડ નં.2ના કોર્પોરેટર ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, કોર્પોરેટર મીનાબા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શિક્ષણ સમિતિ સભ્ય સુરેશભાઈ રાઘવાણી, નાયબ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર અતુલ રાવલ, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંજા, ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂૂ, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા, એ.ટી.પી. મૌલિક ટાંક, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા, મેનેજર કૌશિક ઉનાવા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર પરેશ ચાવડા, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મીરાણી, પૂર્વ કોર્પોરેટર લીલાબા, વોર્ડ નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કૌશિકભાઈ અઢીયા તથા વોર્ડ નં.2ના અંદાજીત 135 નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. કાલે વોર્ડ નં.3માં માં સંતોષી પ્રાથમિક શાળા નં.98 રેલનગર 80 ફૂટ રોડ ખાતે લોક દરબાર યોજાશે.
37 ફરિયાદો નોંધાઇ
મેયરના લોક દરબારમાં ગઇકાલે 37 ફરિયાદો નોંધાઇ હતી. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને લાગતી 13, બાંધકામની 18, ગાર્ડનની 2, સ્ટ્રીટ લાઇટ બંધ હોય તે પ્રકારની રોશની વિભાગની 3 અને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગને લાગતી એક ફરિયાદ નોંધાઇ હતી. તેમજ અમુક નાગરિકોએ નાની-મોટી અનેક મૌખિક ફરિયાદો પણ કરી હતી.