પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા 177 વેપારીઓ ઝડપાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ2021 અન્વયે તારીખ 23/08/2024 થી 28/08/2024 6 દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 23/08/2024થી 28/08/2024 6 દિવસ દરમિયાન ત્રણેય ઝોનમાંથી કુલ 177 આસામીઓ પાસેથી 12.625 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.45,350/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 74 આસામીઓ પાસેથી 4.13 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.16,650/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 56 આસામીઓ પાસેથી 6.125 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા. 15,650/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 47 આસામીઓ પાસેથી 2.37 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.13,050/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.