રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

10:25 AM Aug 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઈંચ, પારડીમાં 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે (ત્રીજી ઓગસ્ટ) અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરાયું છે.

રાજ્યમાં ચોથી ઓગસ્ટ એટલે ગઈ કાલ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsMonsoonOrange alertrainrain fall
Advertisement
Next Article
Advertisement