For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિનરલ વોટરના નામે ચાલતા 17 વોટર યુનિટ બંધ કરાવાયા

05:48 PM May 14, 2025 IST | Bhumika
મિનરલ વોટરના નામે ચાલતા 17 વોટર યુનિટ બંધ કરાવાયા

Advertisement

ફૂડ વિભાગ દ્વારા મિનરલ વોટર અને આઈસ ફેક્ટરીઓમાં સઘન ચેકીંગ, વધુ 20 પાણીના સેમ્પલ લેવાયા

રાજકોટ શહેરમાં મિનરલ વોટરના નામે ડાયરેક્ટ નળનુંપાણી ભરી વેચાણ કરતા અને દુષિત પાણીથી બરફ બનાવતા અનેક યુનિટો ધમધમવા લાગ્યા છે. જેના લીધે પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ અને સેમ્પલ લઈ લેબમાં મોકલાતા ગત સપ્તાહે 38 યુનિટોના પાણીનો રિપોર્ટ નેગેટીવ આવતા તમામફેક્ટરી બંધ કરાવવામાં આવેલ અને ફરીવખત 20 સેમ્પલનો રિપોર્ટ આવેલ જેમાં મિનરલ વોટરના નામે ફિલ્ટર કર્યા વગરનું પાણી વેચતા 17વોટર યુનિટને ઉત્પાદન અને વેચાણ બંધ કરવાની નોટીસ ફટકારી ફૂડ વિભાગે આજે વધુ 20 સ્થળેથી મિનરલ વોટરનું સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલી આપ્યા છે.

Advertisement

મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ મિનરલ વોટર અને બરફનું ઉત્પાદનકરતી 38 ફેક્ટરીઓને વેચાણ બંધ કરાવી દીધું છે. ત્યારે જ ફરીવખત અગાઉ લીધેલા પાણીના સેમ્પલનો રિપોર્ટ આજરોજ આવતા 20 પૈકી 3 ફેક્ટરી ઈન્ટરમીડીએટ એટલે કે, સાધારણ અને 17નો રિપોર્ટ સેટીસ ફેક્ટરી એટલે કે, પાણી પિવા લાયક ન હોવાનું આવતા રિઝલ્ટના આધારે ફૂડ વિભાગે જે સેમ્પલના રીઝલ્ટ ઈન્ટરમીડીએટ આવેલ છે મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, એક્વા નીર વોટર સપ્લાયર જે સેમ્પલના રીઝલ્ટ અનસેટીસફેક્ટરી આવેલ છે તેની વિગત નીચે મુજબ છે. માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મીનરલ વોટર, ગોકુલ મીનરલ વોટર, યુ.વી. મીનરલ વોટર, એક્વા ફ્રેશ વોટર, ભગવતી ડ્રીન્કીંગ વોટર, ભગવતી વોટર સપ્લાય, મહાદેવ આઈસ, કિશન ડ્રીન્કિંગ વોટર, સ્વર્ગ ડ્રીન્કીંગ વોટર, રોક એક્વા, યુ.વી. વોટર, શિવશક્તિ ડ્રીન્કીંગ વોટર, શિવશક્તિ વોટર સપ્લાયર, જહલ ડ્રીન્કીંગ વોટર ઈન્ટરમીડીએટ તેમજ અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ તમામ પાણી/બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરવામાં આવેલ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં હોટલલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારીઓમાં પણ પીવા અને હાથ ધોવા માટે પણ મીનરલ વોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂા. 30 અને રૂા. 40માં મળતું 20 લીટર પાણી કેવી રીતે શુદ્ધ હોઈ શકે તે તંત્ર અને લોકો પણ જાણે છે. તેવી જ રીતે પાણીના જગનું વિતરણ કરતા ફેરીયાઓને પણ તગડુ કમીશન મળતું હોય આ પાણીની કિંમત મામુલી રહી જાય છે. છતાં તેનો હવે ઘર વપરાશમાં પણ ઉપયોગ ચાલુ થતાં પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો હોવાથી આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી આઈસ ફેક્ટરી અને પાણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી વધુ કડક બનાવી છે.

મિનરલ વોટરના 20 યુનિટોમાં પણ લોલમં લોલ
મનપાના ફૂડ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના રોકથામ માટે તમામ આઈસ ફેક્ટરી અને મિનરલ વોટરના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી અગાઉ 38 યુનિટો બંધ કરાવવામાં આવ્યા છે અને આજે પણ 17 યુનિટનો રિપોર્ટ નેગેટીવ આવતા ઉત્પાદન અને વેચાણ બંધ કરવાની આ યુનિટોને સુચના આપી છે. તેમજ આજે વધુ 20 યુનિટોમાંથી પામીના સેમ્પલ લેવામાં આવેલ આ યુનિટ પૈકી મોટા ભાગના યુનિટોમાં સ્વચ્છતા તેમજ પાણી ફિલ્ટર કરતા મશીનોમાં પણ ખામી જોવા મળી હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે આજે લીધેલા 20 સેમ્પલો પૈકી મોટાભાગના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવેતેવી સંભાવના ફૂડ વિબાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement