લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણ
મનપાની સ્ટેન્ડિંગ કમિટિની આવતીકાલે બેઠક, કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 70 દરખાસ્ત રજૂ કરાઇ
ફાયર વિભાગ માટે 11 નવી એમ્બ્યુલન્સની ખરીદી થશે, રામબ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ ભાડેથી અપાશે
પર્યાવરણ વિભાગ 15 લાખની ખરીદેલી 76 નંગ ટીપરવાન રૂા.1.40 લેખે વેંચી નાખશે
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે મળનાર છે. જેમાં 70 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અલગ અલગ નવા પ્રોજેકટોની સાથો સાથ કાલાવડ રોડ રવિપાર્ક અને સાધુવાસવાણી કુંજ રોડ પોપટપરામાં આવેલા લોકાર્પણ વગરના ખાલી પડેલા બીએસયુપી આવાસ યોજનાના જર્જરિત 570 મકાનોનું રીપેરીંગ કરવા માટે તંત્ર 17 કરોડનુ આંધણ કરશે. 10 વર્ષથી વધુ સમય આ આવાસ યોજનાને થયો છતા આજ સુધી લાભાર્થીઓને ન ફાળવાતા તેમજ આ આવાસ યોજનાની દેખરેખ ન રાખતા ખંડેર હાલતમાં થઇ ગયેલા આવાસો પાછળ ફરી એક વખત મનપા 17 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે જેની દરખાસ્ત આવતી કાલની સ્ટેન્ડિંગમાં મજૂર કરવામાં આવશે.
મહાનગર પાલિકા દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ રવિપાર્ક મેઈન રોડ, પ્રેમમંદિર પાછળ,ટી.પી. સ્કીમ નં 05 (નાનામવા), એફ.પી. 326 BSUP-III આવાસ યોજનામાં રીપેરીંગ કરવારૂૂ. 5,44,00,000/- (અંકે રૂૂ. પાંચ કરોડ ચુમ્માલીસ લાખ) નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.સ્ટે.કમિટી ઠરાવ નંબર 196, તા. 25/09/2020 અન્વયે BSUP-III અન્વયે બનાવવામાં આવેલ આવાસોને રીપેરીંગ કર્યા બાદ ફોર્મ બહાર પાડીને લાભાર્થીઓ નક્કી કરીને સોપવા ઠરાવવામાં આવેલ છે. જેમાં લાભાર્થીનો ફાળો રૂૂ. 2 લાખ પ્રતિ આવાસ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે આ કામમાં360 જર્જરિત આવાસોમાં જરૂૂરી રીપેરીંગ, અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા, સીન્ટેક્ષ ટાંકી, ટેરેસ પર ચાઈના મોઝેક ટાઈલ્સ, કિચન પ્લેફોર્મ, રંગરોગાન, ઇલેક્ટ્રિક વર્ક, નવા બારી-દરવાજા વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામ માટે રૂૂ. 4,60,35,784/- (અંકે રૂૂ. ચાર કરોડ સાઈઠ લાખ પાંત્રીસ હજાર સાતસો ચોર્યાસી) ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે. જેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
તેમજ રાજકોટ શહેરના પોપટપરા વિસ્તાર, સાધુવાસવાણી કુંજ રોડ, ટી.પી. સ્કીમ નં 24, એફ.પી. 17/અ (પાર્ટ) તથા 17/ઇ પર બનાવવામાં આવેલ BSUP-III આવાસ યોજનામાં રીપેરીંગ કરવારૂૂ. 6,52,00,000/- (અંકે રૂૂ. છ કરોડ બાવન લાખ) નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.જે અન્વયે આ કામમાં696 જર્જરિત આવાસોમાં જરૂૂરી રીપેરીંગ, સીન્ટેક્ષ ટાંકી, પેવીંગ બ્લોક, ટેરેસ પર ચાઈના મોઝેક ટાઈલ્સ, કિચન પ્લેફોર્મ, રંગરોગાન, ઇલેક્ટ્રિક વર્ક, નવા બારી-દરવાજા વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામ માટે રૂૂ. 5,51,87,484/- (અંકે રૂૂ. પાંચ કરોડ એકાવન લાખ સત્યાસી હજાર ચારસો ચોર્યાસી) ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ જેની દરખાસ્ત આવતી કાલની સ્ટેન્ડિંગની બેઠકમાં મંજૂર કરવામાં આવશે.
ચાર વોર્ડમાં કોમ્યુનિટી હોલ લાઇબેરી અને વોર્ડ ઓફિસ બનશે
મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં રજૂ થયેલી દરખાસ્ત પૈકી વોર્ડ નઁ.12માં વાવડીમાં 80 ફૂટ રોડ સુરાપુરા મંદિર પાસે રૂા.19 લાખના ખર્ચે પેટા વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે અંદાજે 135 ચો.મીટર જગ્યામાં એક હોલ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી જ રીતે વાવડી ગેઇટ રોડ નંકલગ હોટલ સામે રૂા.6.43 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે આ બંને પ્રોજેકટ 1830 ચો.મીટર જગ્યામાં સાકાર લેશે તેવી જ રીતે વોર્ડ નં.18માં કોઠારીયા રોડ શાનદાર રેસીડેન્સીની બાજુમાં રૂા.14.91 કરોડના ખર્ચે નવો કોમ્યુનીટી હોલ બનાવવામાં આવશે આશરે 6700 ચો.મીટર જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ, એડમીન ઓફીસ, લોકો માટેની બે કોમન લીફ્ટ અને કિચન માટે એક સર્વિસ લીફ્ટ અને ફર્સ્ટ ફ્લોરમાં નોન એ.સી. ફંકશન અને ડાઇનીંગ માટેનો હોલ, વર અને વધુ માટેના એટેચ્ડ બાથરૂૂમવાળા એ.સી. રૂૂમ, સ્ટોર રૂૂમ સાથેનો કિચન એરીયા અને હેન્ડ વોશ એરીયા, કોમન ટોઇલેટ એરીયા નો સમાવેશ કરાયેલ છે, સેક્ધડ ફ્લોરમાં એ.સી. ફંકશન અને ડાઇનીંગ માટેનો હોલ, વર અને વધુ માટેના એટેચ્ડ બાથરૂૂમવાળા એ.સી. રૂૂમ, સ્ટોર રૂૂમ સાથેનો કિચન એરીયા અને હેન્ડ વોશ એરીયા, કોમન ટોઇલેટ એરીયા, ટેરેસ રૂૂમ નો સમાવેશ કરવામાં આવેલ છે. સદરહું કામે રૂૂા.14,91,63,666.00 (અંકે રૂૂપિયા ચૌદ કરોડ એકાણું લાખ ત્રેસઠ હજાર છસ્સો છાસઠ પુરા) સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે. તથા વોર્ડ નં.9માં જૈનદેરાસર વાળી શેરીમાં રૂા.42.28 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.11માં કણકોડ રોડ અક્ષરપ્રાઇમ પાસે રૂા.14.90 કરોડના ખર્ચે લાઇબેરી બનાવવામાં આવશે.
મવડી ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન ખાનગી કંપનીને
રાજકોટ શહેરના તથા સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓને રમતગમત માટે અધતન સુવિધાઓ મળે અને રમતગમત પ્રવૃતિનો સર્વાગી વિકાસ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્સ સંકુલ ખાતે આવેલ સીન્થેટિક એથ્લેટિક ટ્રેક, સીન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ગ્રાસ હોકી ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ કોર્ટ તથા 06 ટેનિસ કોર્ટનું સંચાલન સંદર્ભ(1)ના ઠરાવથી રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને બે વર્ષ માટે સોંપવામાં આવેલ છે. જે અનુસાર રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન દ્વારા સદરહુ રમત-ગમતની સુવિધાઓનું સંચાલન કરવામાં આવી રહેલ છે. તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મવડી વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથેના ઈન્ડોર સ્ટેડીયમનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની રમત-ગમતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
શીતલ પાર્ક મેઇન રોડ એલઓપી હેઠળ મુકાયો: 11 અસરગ્રસ્તોને કપાત સામે વળતર
મનપા દ્વારા શીતલ પાર્ક મેઇન રોડને એલઓપી હેઠળ મુકયા બાદ કપાતમાં આવતી મિલકતોના અસરગ્રઇસ્તોને વળતર ચૂકવવા માટે તેમને સાંભળવામાં આવેલ આ અંતર્ગત 11 અસરગ્રસ્તોને વૈકિલ્પત વળતર પેટે એફએસઆઇનો લાભ આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શીતલપાર્ક શરુ કરી આખરીખંડ નં.-32/1/1 તથા 31/1 (નીલકંઠ પાર્ટી પ્લોટ)સુધી 9.00 મીટર ટી.પી. રસ્તો કરવામાં આવેલ. જે હાલ 18.00 મીટર ટી.પી. રસ્તો તથા 15.00 મીટર ટી.પી. રસ્તાને જોડતો એક-માત્ર રસ્તો થાય છે. જેથી આ હયાત 9.00 મીટર રસ્તાની પહોળાઈ ખુબ જ ઘટે છે. જેથી આ રસ્તાની પહોળાઈ 12.00 મીટર કરવો ખુબ જ જરૂૂરી છે. વિશેષમાં ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત/અણબનાવ કે પછી આ રોડનું મેઈન્ટેનન્સ કામ કરવાની જરૂૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે આવા ટ્રાફિકવાળા રસ્તાનો ટ્રાફિક આ રસ્તામાં ડાઈવર્ઝન કરવાની જરૂૂરિયાત પડે અને 18.00 મીટર તથા 15.00 મીટર ટી.પી. રસ્તાને જોડતો આ 9.00 મીટર ટી.પી. રસ્તાની પહોળાઈ ટ્રાફિક માટે ખુબ જ સાંકળી પડે તેમ છે જેથી આ રસ્તાની પહોળાઈ વધારી 12.00 મીટર પહોળાઈનો રસ્તો કરવો અત્યંત જરૂૂરી હોવાથી ઉક્ત સંદર્ભ ક્રમાંક-1 ની ફાઈલે નિર્ણય થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મારફત ઉક્ત સંદર્ભ ક્રમાંક-2 ના ઠરાવથી ધી ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 ની કલમ-210 હેઠળ "લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત હયાત 9.00 મીટર ટી.પી. રસ્તાને 12.00 મીટર પહોળાઈનો રસ્તો કરવા માટે કાર્યવાહી હાથ ધરાવામાં આવેલ.