For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં કમિશનરે સૂચવેલો 17.77 કરોડનો કરબોજ રદ કરતી સ્ટેન્ડિંગ

12:37 PM Feb 09, 2024 IST | Bhumika
રાજકોટમાં કમિશનરે સૂચવેલો 17 77 કરોડનો કરબોજ રદ કરતી સ્ટેન્ડિંગ

બજેટના કદમાં રૂા.26 કરોડનો વધારો, 50 કરોડની નવી યોજનાઓ, નગરસેવકોની ગ્રાંટમાં રૂા.5 લાખ વધારાયા : રૂા.2843.51 કરોડનું બજેટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરે અઠવાડિયા અગાઉ સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ કરેલું રૂા.2817.81 કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ચર્ચા પર લેવાયું હતું અને તેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવવામાં આવેલા રૂા.17.77 કરોડના નવા કરવેરા રદ કરવામાં આવ્યા હતાં. જ્યારે બજેટનું કદ રૂા.26 કરોડ વધારી રૂા.2843.51 કરોડ કરવામાં આવ્યું હતું.

આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સુચવવામાં આવેલ રૂા.17.77 કરોડનો નવો કરબોજ રદ કરી રૂા.50 કરોડની નવી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાના કોર્પોરેટરોને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાંટની રકમમાં રૂા.5 લાખનો વધારો કરી રૂા.20 લાખની કરવામાં આવી હતી અને આ માટે બજેટમાં રૂા.3.6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે મેયરને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી વાર્ષિક ગ્રાંટ રૂા.6 લાખથી વધારી રૂા.8 લાખ કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તેમજ વિરોધપક્ષના નેતાને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાંટની રકમમાં પણ રૂા. દોઢ લાખનો વધારો કરી રૂા.6 લાખ કરવામાં આવી છે.

Advertisement

આજની સ્ટેન્ડીંગ કમીટીમાં આજી જીઆઈડીસીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ કોઠારીયા રોડ, દેવપરા વિસ્તારમાંથી જતાં લોકો દેવપરા 80 ફુટ રોડ પરથી સીધા ઔદ્યોગિક એકમો તરફ જઈ શકે તે માટે આજી જીઆઈડીસીના હયાત રોડને જોડવા નદી પર બ્રીજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ માટે રૂા.4 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત વાઈટ ટોપીંગ સેલનું ગઠન કરી ફીઝીબીલીટી મુજબ દરેક વિસ્તારમાં મુખ્ય માર્ગો પર તબક્કાવાર વાઈટ ટોપીંગ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે સિનીયર સીટીઝન, દિવ્યાંગ, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઈલ ડાયાબીટીસ ગ્રસ્ત લોકોને લાઈબ્રેરીમાં સભ્ય ફી માફી આપવામાં આવી છે. તેમજ આ લોકોને સિટી બસ તથા બીઆરટીએસ બસમાં મફત મુસાફરીની સુવિધા જાહેર કરવામાં આવી છે. સુક્ધયા સમૃધ્ધી યોજનામાં ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી રૂા.365 ફાળવવામાં આવતો હતો તે વધારી પ્રતિલાભાર્થી રૂા.1500 કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement