સુરતમાં 16 વર્ષની કિશોરીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કર્યું, પરિવાર શોકમાં ગરકાવ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક 16 વર્ષીય અશ્વિતા ડામોર નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરેથી આશરે 4 કિલોમીટર દૂર એક બાંધકામ સાઇટ પર જઈને છઠ્ઠા માળેથી માળેથી મોતની છલાંગ હતી. વિદ્યાર્થિનીએ પાંડેસરામાં જઈ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર બાંધકામ સાઇટ પર અશ્વિતા પહોંચી હતી અને ત્યાં રહેલા સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ અને બૂમો પણ પાડી. પરંતુ, તે કાઈ સમજે કે કોઈ કાર્યવાહી કરે તે પહેલાં અશ્વિતા સીધી છઠ્ઠા માળે પહોંચી ગઈ હતી અને કૂદી ગઈ હતી. ત્યાર બાદ ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ગઈ કાલે સાંજે અશ્વિતાએ પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જી રહી છે. પરંતુ રાત્રે 8 વાગ્યા સુધી તે ઘરે પરત આવી નહતી અને મોબાઇલ ફોન બંધ આવતા પરિવારને ચિંતા થઇ અને રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ મળતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે અશ્વિતાના મોબાઈલ ફોનના લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.
પાંડેસરા પોલીસ અને ભેસ્તાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે જોયું કે અસ્વિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી. પોતાની દીકરીના મૃતદેહને જોઈને પરિવાર શોકમાં છવાયો હતો.
આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવીએ જણાવ્યું કે, “વિદ્યાર્થીની ભેસ્તાનથી ઓટોમાં પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી અને ત્યાંથી ચાલીને બાંધકામ સાઇટ પર પહોંચી. છઠ્ઠા માળેથી તેણે કૂદકો માર્યો, જે દરમિયાન સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ બૂમો પાડી હતી, પરંતુ તે પહેલાં જ તેણે પોતાનો જીવ આપી દીધો. અમે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીનીના મોબાઇલ ફોન અને તેના સંપર્કોની પણ તપાસ ચાલી રહી છે.”
આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા ચક્રો ગતિમાન કાર્ય છે.