રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી રોજ 16 મહિલાના મોત

04:59 PM Aug 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

2014 કરતાં 2023માં બે્રસ્ટ કેન્સરથી મોતમાં 30 ટકાનો વધારો

કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે.

આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેલાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 2014માં 3355, 2015માં 3450, 2016માં 3547, 2017માં 3647 મહિલાઓના મૃત્યુ થયા હતા. આમ, 2014 કરતાં 2023માં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11451 સાથે મોખરે, મહારાષ્ટ્ર 7265 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 6472 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે.

સમગ્ર દેશમાં વર્ષ 2021માં 78387, 2022માં 80390 અને 2023માં 82429 મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા. ગર્ભાશયના કેન્સરની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં તેનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 3755 સાથે મોખરે, મહારાષ્ટ્ર 3171 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 4763 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમા સ્થાને છે.

ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474,2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. સમગ્ર દેશમાં ગર્ભાશયના કેન્સરના કેસથી 2021માં 33938, 2022માં 34806 અને 2023માં 35691 એમ 3 વર્ષમાં કુલ 1.04 લાખ મહિલાઓના મૃત્યુ થયેલા છે. પાંચ વર્ષમાં સ્તન કેન્સરથી 20317, ગર્ભાશયના કેન્સરથી 8451 મૃત્યુ: 10 વર્ષમાં 30 ટકાનો વધારો થયો છે.

Tags :
breast cancercancergujaratgujarat newsHealthHealth tips
Advertisement
Next Article
Advertisement