રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધીનગરમાંથી 16 ટન નકલી ઘી ઝડપાયું

12:01 PM Mar 06, 2024 IST | admin
Advertisement

આજકાલ મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. ત્યારે ગાંધીનગરના છત્રાલ જીઆઈડીસીમાંથી ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. છત્રાલ જીઆઈડીસીમાંથી 79 લાખનું નકલી ઘી ઝડપાયું છે. સ્વાગત પ્રોડક્ટમાંથી 16 હજાર કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

Advertisement

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા બાતમીના આધારે શંકાસ્પદ પેઢી ખાતે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘીનો રૂૂ. 79 લાખની કિંમતનો 16,000 કિ.ગ્રા જથ્થો જપ્ત કરાયો છે.વધુમાં જણાવ્યા અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરતા ત્યાં ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક શ્રી જીગરભાઈ પટેલની હાજરીમાં ઘીના કુલ 15 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો રૂૂ. 79 લાખની કિંમતનો 16,159 કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

Tags :
fake gheeGANDHINAGARGANDHINAGAR NEWSgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement