For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના મહિરા ગામે દૂધની બરાઈ ખાધા બાદ 16 લોકોને ફૂડ પોઈઝનિંગ

12:24 PM Sep 14, 2024 IST | Bhumika
પોરબંદરના મહિરા ગામે દૂધની બરાઈ ખાધા બાદ 16 લોકોને ફૂડ પોઈઝનિંગ
Advertisement

ભેંસને પાડો આવતા જમણવાર રાખ્યું હતું: તમામને સારવાર અર્થે ખસેડાયા

પોરબંદરના મહીરા ગામે એક પરિવારના ઘરે રહેલ ભેસને ચાર દિવસ પૂર્વે પાડો આવ્યો હતો તેની ખુશીમાં આ પરિવારના તેમજ સંબંધીના સભ્યો માટે ભેંસના પ્રથમ દૂધમાંથી બનાવેલ બરાઈ અને લાડુ સહિત વાનગીનું જમણવાર રાખવામાં આવ્યું હતું.આ જમણવાર ભાગ લેનાર 30 સભ્યોમાંથી 16 જેટલા સભ્યોને શુકવારે એકાએક ફૂડ પોઇઝનીગ અસર થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

સામાન્ય રીતે કોઈ પરિવારના ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તો પરિવારના સભ્યો દ્વારા તેમની ખુશીમાં જમણવાર સહિતની પાર્ટીઓ રાખી ઉજવણી કરવામાં આવે છે પોરબંદરના જિલ્લાના કુતિયાણા પંથકમાં આવેલ મહીરા ગામે રહેતા મકવાણા વિકમભાઈ રામભાઈ પાસે રહેલ ચાર દિવસ પૂર્વે ભેંસને ત્યાં પાડાનો જન્મ થયો હતો. જેથી આ પરિવારે પણ ખુશી વ્યક્ત કરવા માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જમણવાર મંગળવારે સાંજે તેમના ઘરે આયોજન કરાયું હતું જેમાં આ યુવાન અને તેમના ત્રણ ભાઈઓના પરિવાર તેમજ છત્રાવા ગામે રહેતા તેમના બેન બનેવી અને બગસરા ગામે રહેતા તેમના માસી માસા સહિતના સંબંધીને બોલાવવા આવ્યા હતા.

આ જમણવારમાં ભેંસના પ્રથમ દૂધમાથી બનાવેલ બરાઈ, લાડુ, દાળ-ભાત સહિતની વાનગીઓ બનાવી હતી.આ જમણવારમાં 30 જેટલા સભ્યો ભાગ લીધો હતો.પરંતુ આ આગેવાન ખુશીમાં કરેલ જમણવાર ભારે પડ્યું હતું અને નવી મુસીબત ઉભી કરી હતી.જમણવાર ભાગ લીધેલ 30 સભ્યોમાંથી ચાર બાળકો સહિત 16 સભ્યોને શુકવારે સવારે એકાએક ફૂટ પોઇઝનીગ અસર થતા ઝાડા ઉલ્ટી શરૂૂ થયા હતા જેથી આ તમામ સભ્યોને 108 મારફતે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈને હોસ્પિટલના કેઝ્યુલિટી વોર્ડમાં પણ થોડીવાર માટે અફડા તફડી મચી ગઇ હતી.મહિડા ગામે બનેલ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી હતી.

ફૂડ પોઇઝનિંગની અસર થયેલ સભ્યોના નામ
માવદીયા પ્રભાબેન હમીરભાઈ(ઉ.40) રે-બગસરા,મકવાના મિલન રામભાઈ(ઉ.30) રે-મહીરા,મકવાણા વિકમ રામભાઈ(ઉ.37)રે-મહીરા,મકવાણા રામભાઈ મુરુભાઈ(ઉ.60)રે-મહીરા,મકવાણા રિયાન મિલન (ઉ.6)રે-મહીરા,મકવાણા ખુશી મિલન(ઉ.8)રે-મહીરા,મકવાણા લક્ષ્મીબેન રાજુભાઈ(ઉ.23)રે-મહીરા,મકવાણા ઇશાબેન વિક્રમભાઈ(ઉ.14)રે-મહીરા,મકવાણા લીલાબેન વિક્રમભાઈ(ઉ.30)રે-મહીરા,મકવાણા શાંતિબેન મિલનભાઈ(ઉ.28)રે-મહીરા,મકવાણા નિશાબેન મિલન(ઉ.11)રે-મહીરા,માવદીયા મીરભાઈ મુરુભાઈ(ઉ.40)રે-બગસરા,મકવાણા રાજુભાઈ રામભાઈ(ઉ.30)રે-મહીરા,પરમાર દિનેશ રમેશ(ઉ.25)રે-છત્રાવા,પરમાર પાયલબેન દિનેશભાઇ(ઉ.20)રે-છત્રાવા,ચાવડા શિલ્પાબેન મંગાભાઈ(ઉ.35)રે-વિરડી પ્લોટ

Advertisement
Tags :
Advertisement
Advertisement