દ્વારકાથી નાગેશ્વર જયોતિર્લિંગ જવાનો 16 કિ.મી.નો રસ્તો બિસમાર: યાત્રિકો-સ્થાનિકો પરેશાન
યાત્રાધામ દ્વારકા નજીક આવેલ દ્વાદ્રશ જયોતિલીંગ જવાનો 16 કિમીનો રસ્તો છેલ્લા એક વર્ષ ઉપરાંત ઉબળ ખાબડ હાલત હોય યાત્રિકો ટુરીસ તેમજ સ્થાનિકો પરેશાન થૈઈ ગયેલ છે.હાલ શ્રાવણ મહિનો ચાલતો હોય યાત્રાધામ દ્વારકા દર્શનાર્થે નાગેશ્વર જ્યોતિર્લિંગ દરરોજ હજારો ભાવિકો અને ટુરીસો આવતા હોય છે.
જેમા દ્વારકા દર્શન કરી લોકો પોતાના પ્રાઇવેટ વાહન તેમજ લોકલ વાહાનો બાંધી દ્વારકા દર્શન કરવા જતા હોય જે રૂૂટમાં નાગેશ્વર ગોપી તળાવ બેટ દ્વારકા અને રૂૂક્ષ્મણી મંદિરનો સમાવેશ થતો હોય છે. જેમા દ્વારકાથી પ્રથમ ઈસ્કોન ગેટથી લૈઇ નાગેશ્વર જવાનો 16 કિમીનો રસ્તો બિસ્માર હાલત હોય અનેક વખત રજુઆતો કરવા છતા સબંધિક્ત તંત્રનું પેટનું પાણી હલતું નથી.
16 કિમીના આ ખરાબ રસ્તાના કારણે એક થી વધું વખત નાના મોટા અકસ્માત થવાના બનાવો પણ બન્યા છે. નાગેશ્વર સુધી અનેક નેતાઓ તેમજ મંત્રિઓ પણ આ રસ્તેથી પસાર થઈ ચુક્યા છે. તેમ છતા આ રસ્તો બનાવા માટે નેતાઓ અને મંત્રીઓ રસ દાખવતા ન સરકાર સામે રોષ વ્યકત કરી રહ્યા છે. નાગેશ્વર સુધીમાં અનેક ગામડાઓ અને ખેડુતોના ખેતરો આવેલા હોય છે. તેઓ પણ દ્વારકા સુધી કામે અથવા ઈમરજન્સી દવાખાના ના કામે પહોચ્તા હોય છે ખરાબ રસ્તાના કારણે ટાઈમસર પહોચી શકતા નથી. તે પણ પરેશાન હોવાથી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. શ્રાવણ મહિનો ચાલતો હોય અહિ દરરોજ હજારો ભાવિકો રૂૂટ ઉપરથી પસાર થાય છે. તંત્ર તત્કાલિક રોડનું કામ શરૂૂ કરાવશે તેવી માંગ ઉઠી છે.