રાજકોટના ત્રણ સહિત રાજ્યના 16 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી
નર્મદા નિગમ દ્વારા એક જ મહિનામાં ટ્રાન્સફરનો ત્રીજો ઓર્ડર કરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે તે અગાઉ રાજ્ય સરકાર દ્વારા સનધિ અધિકારીથી માંડી કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે. જ્યારે નર્મદા વિભાગમાં છેલ્લા એક મહિનામાં ત્રણ વાર બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યાં છે. જેમાં આજે ફરી 16 નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) બદલી કરવામાં આવી છે.
નર્મદા વિભાગ દ્વારા કરાયેલા ઓર્ડરમાં સ્વવિનંતીથી હાંસોટના અભયકુમાર પટેલની સુશી ખાતે ડ્રેનેજ ડીઝાઇન પેટા વિભાગમાં, મોરબીના યોજના બાંધકામ પેટા વિભાગમાંથી ફોરમ ભાણવડીયાની રાજકોટ ખાતે ગુણવતા નિયમન વિભાગ નં.1માં, ખેડબ્રહ્માના રાહુલ વસાવાની વડોદરા હેઠળ માંડવીના પંચાયત સિંચાઇ પેટા વિભાગમાં, બોરસદના ભાદરણ સિંચાઇ પેટા વિભાગના વિપુલ વસાવાની કપડવંજ એ.ટી.વી.ટી. ખાતે ગાંધીનગર સરદાર નિગમના મિનેષ શ્રીવાસ્તવની ચેકડેમ પેટા વિભાગમાં અને કૌશિક ગાંવિતની કોસંબા ખાતે સીસોદરા નહેર પેટા વિભાગમાં બદલી કરવામાં આવી છે.
ઉપરાંત રાજકોટ વૃતળ હેઠળ જામનગરના પ્રશાંત સરસરીયાની જૂના સચિવાલયની મત્સ્ય ઉદ્યોગ કમિશનરની કચેરીમાં અને ત્યાંથી દિપક પટેલની જામનગર ખાતે પરસ્પર બદલી કરવામાં આવી છે. તેમ વ્યારા અમદાવાદ, કોસંબા, પાવી જેતપુર, વિસનગર, વિજાપુર સહિતની સિંચાઇ વિભાગની વિવિધ કચેરીઓમાંથી જાહેરહિતની અરજીને ધ્યાનમાં રાખી બદલીના ઓર્ડર કરાયા છે. બદલી પામેલી તમામ અધિકારીઓને બદલીના સ્થળે ચાર્જ સંભાળી લેવા આદેશ કરાયો છે. તેમજ જે તે ખાલી થયેલી જગ્યા પર તાકિદે અન્ય અધિકારીને જવાબદારી સોંપવા માટે કચેરીના વડાઓને નિગમ દ્વારા સુચના આપવામાં આવી છે.