ગોધરામાંથી આંધ્રપ્રદેશનો સરકારી તુવેર દાળનો 16.47 કરોડનો જથ્થો ઝડપાયો
તહુરા પ્રોટીન્સ મિલમાં દરોડા દરમિયાન ઘટસ્ફોટ, આંતરરાષ્ટ્રીય રેકેટની શંકા
ગોધરા પશ્ચિમ વિસ્તારના શેખ મજાવર રોડ ઉપર આવેલ તહુરા પ્રોટીન્સ નામની મીલમાં બાતમીના આધારે જીલ્લા પુરવઠા અધિકારી અને ગોધરા શહેર મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ કરવામાં આવતા આંધ્રપ્રદેશ સરકારી તુવેરદાળનો કિંમત 16,47,68,700/-રૂૂપીયાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.
જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા શંકાસ્પદ તુવેરદાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં આટલી મોટી માત્રામાં પહેલીવાર સરકારી જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
પંંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાને મળેલ બાતમીના આધારે ગોધરા શહેર મામલતદાર અને ટીમને સાથે રાખીને ગોધરાના શેખ મજાવર રોડ ઉપર આવેલ તહુરા દાળ મીલમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. જીલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની તપાસ દરમિયાન મીલ માંથી આઈસીડીએસ, પીડીએસ માર્કાવાળી આંધ્રપ્રદેશની સરકારી તુવેરદાળનો જથ્થો રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી હતી. જીલ્લા પુરવઠા અધિકારીની તપાસ મીલમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ 11,13,300 કિલોગ્રામ (22,266 કટ્ટા) જેની બજાર કિંમત 16,47,68,400/-રૂૂપીયા ( સોળ કરોડ સુળતાલીસ લાખ અડસઠ હજાર ચાર સો )નો તુવેરદાળનો જથ્થો તેમજ તુવેરદાળ ભરેલ વાહન-1 કિંમત 8,00,000/-રૂૂપીયા મળી કુલ 16,55,68,400/-રૂૂપીયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર ગોધરાની ટીમ દ્વારા ગુજરાત રાજ્યમાંં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં સરકારી તુવેરદાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તહુરા તુવેરદાળ મીલના સંચાલક ઈલ્યાસ મોહમંદ હુસેન ઉમરજી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાંં આવી છે. આંધ્રપ્રદેશની આઈસીડીએસ અને પીડીએસ માર્કાનો આટલી મોટી માત્રામાં સરકારી તુવેરદાળનો જથ્થો ગોધરા સુધી કેવી રીતે પહોંચ્યો અને કેટલા સમય આ પ્રકારનો ગોરખધંધો ચાલી રહ્યો હતો તે તપાસ સામે આવશે.