For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજયના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 159 PSIને PIનું પ્રમોશન

01:37 PM Feb 21, 2025 IST | Bhumika
રાજયના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 159 psiને piનું પ્રમોશન

Advertisement

છેલ્લા ઘણા સમયથી પીએસઆઇ તેમજ પીઆઇને પ્રમોશનની ચર્ચાએ જોર પકડયુ હતુ. ગુજરાત રાજયમા પોલીસ દળમા ફરજ બજાવતા વર્ગ 3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પીઆઇનુ પ્રમોશન આપવામા આવતા પોલીસ કર્મીઓમા ખુશીનો માહોલ છે. 1પ9 જેટલા પીએસઆઇને પીઆઇ તરીકેની રાજય પોલીસ વડાએ બઢતી આપી છે.

રાજયમા ફરજ બજાવતા 1પ9 બીન હથિયારી પીએસઆઇને હાલ પીઆઇનુ પ્રમોશન આપવામા આવ્યુ છે જેમા રાજકોટ શહેરમા ફરજ બજાવતા પીએસઆઇ એન. વી. હરિયાણી, રાજકોટ રૂરલમા ફરજ બજાવતા આર. એ. જાડેજા, કે. વી. પરમાર, વી. સી. પરમાર, કે. જી. સથવારા અને વી. એમ. ડોડીયાનો સમાવેશ થાય છે.

Advertisement

જયારે જામનગરમાથી આર. કે. ગોસાઇ, ગાંધીધામમાથી વી. આર. પટેલ, મહેસાણાનાં જે. કે. ગઢવી, જુનાગઢનાં વંથલી પોલીસ મથકમાં ફરજ બજાવતા વાય. બી. રાણા, જામનગરનાં પી. જી. પનારા, જુનાગઢનાં એસ. આઇ. સુમરા, એમ. વી. રાઠોડ, ભાવનગરનાં ડી. વી. ડાંગર, ગાંધીધામનાં કે. ડી. રાવલ, જુનાગઢનાં એ. પી. ડોડીયા, દ્વારકાના ટી. ડી. ચુડાસમા, અમરેલીના સી. એન. દવે, ભુજનાં જે. ડી. સરવૈયા, ગીર સોમનાથનાં એન. બી. ચૌહાણ, જુનાગઢ પીટીસીનાં એમ. જે. પરમાર, સુરેન્દ્રનગરનાં એચ. ડી. ગોહીલ, ભાવનગરનાં સી. એચ. મકવાણા, જામનગરનાં આર. એચ. ખાર, મોરબીનાં વી. એન. પરમાર, ગાંધીધામનાં એમ. એમ. ઝાલા, દ્વારકાનાં એ. એલ. બરાશીયા, ભાવનગરનાં પી. બી. જેબલીયા, અમદાવાદ રૂરલનાં યુ. બી. જોગરાણા અને પોરબંદરનાં પી. ડી. જાદવનો સમાવેશ થાય છે.

રાજયનાં ડીજી વિકાસ સહાય દ્વારા બઢતીનાં આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે જો કે હાલ આ બઢતી પામેલા પીએસઆઇને તેમના ફરજ પરનાં સ્થળે જ રાખવામા આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement