ધુળેટી પર્વે અકસ્માતના બનાવમાં 156 ટકાનો વધારો
715 માર્ગ અકસ્માત, 360 મારામારીની ઘટના નોંધાઇ, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30 કેસ
ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વની પર મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવિસ કલાસ 108 ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો આશંક છે, ત્યારે 3485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.
108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા.
જ્યારે અકસ્માતના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 કોલ્સ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા.
સૌથી વધુ અમદાવાદમાં 95 અકસ્માત
108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. ધુળેટીના દિવસે કુલ 3485 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. ઈમરજન્સીના બનાવોમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો, જ્યારે મારામારીના 360 બનાવો બન્યા છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો ચિંતાજનક છે. ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાથી તંત્રની ચિંતા પણ વધી છે. જો અકસ્માતના કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા, સુરતમાં 93 બનાવો અકસ્માતના કેસ નોંધાયા, વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો નોંધાયા છે.