ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાષ્ટ્રગીત વંદે માતરમ્ના 150 વર્ષની કાલે ભવ્ય ઉજવણી

04:33 PM Nov 06, 2025 IST | admin
Advertisement

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ વિધાનસભા પરિસર ખાતે યોજાશે

Advertisement

શહેર-જિલ્લા કક્ષાએ પણ સમૂહગાન સાથે સ્વદેશી શપથના કાર્યક્રમો

પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા : 07મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂૂપે ગુજરાતમાં પણ ભારતના રાષ્ટ્ર ગીત વંદે માતરમ150ની ઉજવણી ઉલ્લાસભેર કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા પરિસર ખાતે 7મી નવેમ્બરના રોજ યોજાશે. જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ના મૂળ સ્વરૂૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ પણ કરાશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, તા. 7 નવેમ્બરના દિવસે રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાઓ ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે તથા મેયરની ઉપસ્થિતિમાં મહાનગપાલિકાઓ ખાતે, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી તથા નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે રાષ્ટ્ર ગીત નસ્ત્રવંદે માતરમ્ના મૂળ સ્વરૂૂપનું સમુહગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા પાટનગર ગાંધીનગર તથા જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળોએ રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ તથા અન્ય દેશ ભક્તિના ગીતો આધારિત ધૂન પ્રસ્તુતિ કરાશે. તા:07-11-2025 થી તા.26-11-2025 દરમિયાન સરકારી તથા ખાનગી યુનીવર્સીટીઓ, શાળાઓ અને કોલેજો, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો ખાતે રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ના મૂળ સ્વરૂૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ તથા કોલેજો ખાતે ‘વંદે માતરમ150’ થીમ આધારિત સેમીનાર, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચાઓનું પણ આયોજન કરાશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 

Tags :
gujaratgujarat newsnational anthemVande Mataram
Advertisement
Next Article
Advertisement