અમારી શાળા, અમારૂં સ્વાભિમાન અંતર્ગત જિલ્લાની 1500 સ્કૂલો અભિયાનમાં જોડાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એક અનોખો પહેલ કરા આગામાં! સપ્ટેમ્બ 2025ને સોમવારના રોજ રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા- આપણું સ્વાભિમાનનો સંકલ્પ લેવડાવવા આવશે. આ અભિયાનમાં રાજકોટ જિલ્લાની તમામ 1500 કરતાં વધુ સરકારી અને સ્વનિર્ભર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ જોડાશે અને શાળાઓને સંસ્કાર અને સમર્પણનું તીર્થ બનાવવા સહિયારા પ્રયાસ હાથ ધરવામાં આવશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવશે.આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો મર્યાદિત નથી, પરંતુ શાળા જીવનને ગુણવત્તાસભર, પ્રેરણાદાયી અને રાષ્ટ્રીય હિતમય બનાવવા માટેનો જીવંત દસ્તાવેજ છે. શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ, શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવાની ભાવના અને સમભાવથી શીખવા - શીખવવાની પ્રતિબદ્ધતા આ બધાથી શિક્ષણના સાચા અર્થને પ્રતિબિંબિત કરવામાં આવશે.
શિક્ષકને જ્ઞાનના સ્ત્રોત સાથે-સાથે ચારિત્ર્ય નિર્માણ અને સમાજ સેવાના પ્રેરક તરીકે માન્યતા આપવી, શાળાને સંસ્કાર અને સમર્પણનું તીર્થ ગણાવી તેનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહેવા તેમજ સૌના વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય વિકાસના માર્ગે બઢપણે આગળ વધવા પ્રેરિત કરશે.
રાષ્ટ્ર નિર્માણનો સાચો આધાર શિક્ષણ છે, અને આ અભિયાન એ દિશામાં એક પ્રેરણાદાયી પગલું છે. "આપણી શાળા-આપણું તીર્થ છે. આત્મ-અભિમાન છે. રાષ્ટ્ર નિર્માણનો આધાર છે, આ પહેલ માટે રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલેે સંકલ્પ લેવા પરિપત્ર કરી કાર્યક્રમને શાળાઓ સુધી પહોંચાડેલ છે
તેમજ રાજ્ય કક્ષાએ રાજ્યપાલ , મુખ્યમંત્રી , કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ અને રાજકોટ જિલ્લા કક્ષાએ જિલ્લાના સાંસદ સભ્યો , ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી આ કાર્યક્રમને બહોળા પ્રમાણમાં સમર્થન આપ્યું છે.