રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

150 ફૂટ રિંગ રોડ દબાણકારોના કબજામાં: તંત્રનું ભેદી મૌન

05:33 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં રાજમાર્ગો ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાની જગ્યા રોકાણ વિભાગ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરી રેકડી-કેબીન સહિતનો સામાન જપ્ત કરી દંડ વસુલવામાં આવી રહ્યો છે. પરંતુ શહેરની મધ્યમાંથી પસાર થતા સતત ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રીંગ રોડ ઉપર સર્વિસ રોડ અને સાઈકલ ટ્રેક ઉપર થઈ ગયેલા દબાણો દૂર કરવામાં તંત્ર દ્વારા પાછીપાની થઈ રહી હોય તેવું છેલ્લા એક વર્ષથી જોવા મળી રહ્યું છે. આ બાબતે અનેક અધિકારીઓ અને દબાણ કરતાઓનો સંપર્ક કરતા જાણવા મળેલ કે, અમુક ચોક્કસ સ્થળે થયેલા દબાણો દૂર કરવાની ત્રેવડ કોર્પોરેશનમાં હવે રહી નથી અને મ્યુનિસિપલ કમિશનર પણ લાચાર સ્થિતિમાં આ સ્થળેથી પસાર થાય ત્યારે દબાણો જઈ રહ્યા છે.

Advertisement

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત ટ્રાફિક ધમધમતો હોય છે. રીંગરોડને લાગુ રસ્તાઓના વાહન વ્યવહારમાટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક ઉપર લોકો પગપાળા ચાલે છે. પરંતુ થોડા સમયથી રીંગરોડના સર્વિસ રોડ ઉપર કારમેળાઓના સંચાલકો દદ્વારા કબજો થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. કારમેળા વાળા પણ પોતાની કાર સર્વિસ રોડ ઉપર રાખતા હોવાથી રીંગરોડને લાગુ રોડરસ્તા પરથી આવતા વાહન ચાલકોને ફરજિયાત રોંગસાઈડમાં મુખ્ય રોડ ઉપર ચાલવાની ફરજ પડી રહી છે. પરિણામે અવાર નવાર અકસ્માતો પણ થતા રહે છે. જગ્યા રોકાણ વિભાગ દ્વારા અન્ય દબાણોની માફક રિંગરોડ ઉપર સર્વિસ રોડના તેમજ સાયકલ ટ્રેકના દબાણો દૂર કરવાની કાર્યવાહી શા માટેથતી નથી તેવી અનેક વખત શહેરીજનોમાં ચર્ચા જાગેલ છતા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામા આવી નથી આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ હોવા છતા તેમને અધિકારીઓને દબાણ હટાવવાની સૂચના આપી નથી. કહેવાય છે કે, સાઈકલ ટ્રેક તથા સર્વિસ રોડ ઉપર કાર લે-વેચના ધંધાર્થીઓને દબાણ કરવા દેવા સામે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને મસમોટા હપ્તા મળી રહ્યા છે જેના કારણે રાજકોટ શહેરના લોકો ઉપર અકસ્માતોનો સતત ભય ઝળુંબી રહ્યો છે.

મનપાના જગ્યારોકાણ વિભાગ દ્વારા ત્રણ વર્ષ પહેલા મ્યુનિસિપલ કમિશનર તરીકે વિજય નહેરા ચાર્જમાં હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ ચોખ્ખો થઈ ગયો હતો. જગ્યા રોકાણ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સાયકલ ટ્રેક તેમજ સર્વિસ રોડના દબાણો હટાવવાની કડક કાર્યવાહી દરમિયાન મોટા વાહનોના રૂપિયા 1000 અને નાના વાહનોના રૂપિયા 500 દંડ વસુલવાનું શરૂ કરતા દબાણ કરતાઓ છૂમંતર થઈ ગયા હતા. કોઈની શેહશરમ ન રાખનાર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની કાર્યવાહીને લોકો આજ સુધી ભુલ્યા નથી તેવી જ રીતે જગ્યારોકાણ વિભાગના અધિકારીઓ પણ જુસ્સા સાથે કામગીરી કરી રહ્યા હતા. ત્યાર બાદ ગમે તે કારણોસર ધીમે ધીમે રીંગરોડ ઉપર ફરીવખત દબાણો શરૂ થવા લાગ્યા હતા. જે આજે દબાણોએ સર્વિસ રોડ સદંતર બંધ કરી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે અનેક વખત જગ્યારોકાણ વિભાગને સુચના આપી છે. છતા તેની ગંભીરતાથી નોંધ લેવાય નથી અથવા ગંભીરતાથી કામગીરી કરવામા અક્ષમ હોવાનું જણાઈ રહ્યું છે.

મેયરની ચુપકીદી અકળાવે છે 

શહેરના રીંગરોડ ઉપર સાયકલ ટ્રેક અને સર્વિસ રોડ ઉપર થયેલા દબાણો દૂર કરવામા તંત્રની લાચારી શું છે તે સૌકોઈ જાણી ગયું છે. રાજકીય લાગવગ ધરાવતા લોકોના જ મોટાભાગના દબાણો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને વોર્ડ નં. 12માં મવડી સર્કલથી ગોંડલ રોડ સર્કલ સુધીના સર્વિસ રોડ તેમજ સાયકલ ટ્રેક ઉપર સૌથી વધુ દબાણો જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડીયા દ્વારા લોકોને સમયસ્યા ઉકેલવા માટે આજ સુધી કોઇજાતની કાર્યવાહી થઇ નથી. ફક્ત ખાતમૂહુર્ત અને લોકાર્પણમાં રચયા-પચાયા રહેતા મેયરે આજસુધી 150 ફુટ રીંગ રોડ ઉપર વિઝિટ કરી લોકોને હાલાકી જણાવાની પણ કોસિસ કરી નથી. જે શહેરીજનોને દુરર્ભગય કહેવાય.

દાદાગીરીની હદ કહેવાય

150 ફૂટ રીંગ રોડ ઉપર સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક ઉપર ખાનગી વાહનોના દબાણ લોકોના માથાના દુખાવા રૂપ બની રહ્યા છે. છતા તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામા આવતી નથી. તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. છતા આ બાબતે જગ્યારોકાણ વિભાગમાં તપાસ કરતા માલુમ પડેલ કે, અન્ય દબાણોની માફક 150 ફૂટ રીંગ રોડ ઉપર પણ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાય છે. નાના રેકડી ધારકો તેમજ પાથરણા વાળાઓને ધમકાવીને ઉઠાડી દેવામા આવે છે પરંતુ અમુક કાર મેળા વાળા તેમજ અન્ય વાહન ચાલકોના માલીકો દ્વારા જગ્યારોકાણ વિભાગના અધિકારીઓને ખખડાવીને "એક ફોન કરી તારી બદલી કરાવી નાખીશ” તેવું કહેવામા આવે છે. તેમજ નોકરી તો 24 કલાક કરવાના નથીને ક્યારેક તો ગામમાં ભેગા થશોને તેમ કહી ગર્ભીત ધમકી આપતા હોય કોણ દુશ્મની વહોરી લે તેમ સમજી જગ્યારોકાણના અમુક અધિકારીઓ પણ અમુક ચોક્કસ લોકોના દબાણો હટાવતા અચકાઈ રહ્યા છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવેલ કે, હું બોલીશ તો અનેક લોકો ઉઘાડા પડશે આથી રહેવા દો... ને ..

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement