For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી સહિત 15 હજાર લોકોએ કર્યા યોગ

04:19 PM Jun 11, 2025 IST | Bhumika
અમદાવાદ રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી સહિત 15 હજાર લોકોએ કર્યા યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - 2025ની ઉજવણીના ભાગરૂૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નિ:શુલ્ક પયોગ શિબિર - કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજારથી વધુ શહેરીજનો આ યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા. આ યોગ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ યોગસેવક શિશપાલ રાજપૂત, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્યો, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ એમ.થેન્નારસન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ યોગસેવકો, યોગપ્રેમીઓ, શિક્ષકો, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement