સોની બજાર, ગોંડલ રોડ ઉપર વધુ 15 મિલકત સીલ, 15ને જપ્તીની નોટિસ
રહેણાંકનું એક નળજોડાણ કાપી સ્થળ ઉપર રૂા.44.77 લાખની વસુલાત કરી
મનપાના વેરા વિભાગ દ્વારા આજે ત્રણેય ઝોનમાં બાકીદારો વિરૂદ્ધ કડક ઝૂંબેશ હાથ ધરી વધુ 15 મિલ્કત સીલ કરી હતી. તેમજ 15 આસામીઓને જપ્તીની નોટીસ ફટકરી એક નળ કનેક્શન કાપી સ્થળ રૂા.44.77 લાખની વેરા વસુલાત હાથ ધરી હતી.
વેરા વિભાગ દ્વારા લોહાણાપરામાં રઘુનાથજી આર્કેડમા ફોર્થ ફ્લોર 1-યુનિટ સામે રીકવરી રૂૂ.63,539/-, લોહાણાપરામાં રઘુનાથજી આર્કેડમા ફર્સ્ટે ફ્લોર શોપ નં-107 ના નોટીસ સામે રીકવરી રૂૂ.98,981/-, નવાગામ મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ., ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-, કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-, સોનીબજાર મેઇન રોડ પર આવેલ સમન્વય પેલેસ1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-, લોહાણપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.89 લાખ., સંત કબીર રોડ પર આવેલ શ્રી રણછોડનગર શેરી નં-14 શોપ નં-2 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.12 લાખ., ઘી કાન્તા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.82 લાખ., ગોંડલ રોડ પર આવેલ નઆહ્યયા એપાર્ટેમેન્ટથ 1-નળ કનેક્શન કપાત કરતા રીકવરી રૂૂ.1.05 લાખ., ભક્તિનગરમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.30 લાખ., ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં-6માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.013 લાખ., કોઠારીયાનાકા ગોલ્ડેન માર્કેટ શોપ નં-બી.5 ને સીલ કરેલ., સોનીબજારમાં 2-યુનિટને સીલ કરેલ હતી. વેરા વિભાગે આજે સોનીબજારમાંઓમ ચેમ્બરમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-101 ને સીલ કરેલ., કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ., ગોંડલ રોડ પર આવેલ શ્રીનાથ હાઇડ્રોલિંકના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 64,000 હજાર નો ઙઉઈ ચેક આપેલ., વાવડી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 79,000 હજાર નો ઙઉઈ ચેક આપેલ., ગોંડલ રોડ પર આવેલ કીર્તી મોડલીંગના 1-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ., ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.90,000/-, ગોકુલનગરમાં 1યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-, આજી.જી.આઇ.ડી.સી વિસ્તારમાં 2-યુનિટની નોટીસ સામે ચેક આપેલ., આજી.જી.આઇ.ડી.સી વિસ્તારમાં 1-યુનિટ સીલ કરેલ્., કોઠારીયા રોડ પર આવેલ 3-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.37,900/- કરી હતી.