બાકીદારોની વધુ 15 મિલકત સીલ પાંચ આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ આજે પણ કડક કાર્યાહી હાથ ધરી કોમર્શીયલની 15 મિલ્કતો સીલ કરી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 60.95 લાખની વેરાવસુલાત કરી હતી. વેરાવિભાગ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ આર.કે વર્લ્ડ ટાવર’સેવન્થ ફ્લોર-704 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.51,057, ધ્રુવનગરમાં 1-યુનિટને સીલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-106 ને સીલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-15 ને સીલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુવીર ભુવન’ ને સીલ મારેલ, વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ 2-યુનિટને સીલ મારેલ, રાજપૂત પરામાં 1-યુનિટને સીલ મારેલ, પંચનાથ પ્લોટમાં આવેલ ‘પેસીફીક ફોર્ચુન’ ફીફ્થ ફ્લોર ઓફીસ નં-501 ને સીલ મારેલ, પંચનાથ પ્લોટમાં આવેલ ‘પેસીફીક ફોર્ચુન’ સેવન્થ ફ્લોર ઓફીસ નં-401 ને સીલ મારેલ, સુભાષરોડ પર આવેલ ‘ધ ઇમ્પીયર’ થર્ડ ફ્લોર-307 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 97,000, બાપુનગરમાં આવેલ ઉર્વી કોમ્પ્લેક્ષ’ શોપ નં-19 માં નોટીસ ચોટાડેલ છે, બાપુનગરમાં આવેલ ઉર્વી કોમ્પ્લેક્ષ’ શોપ નં-20 માં નોટીસ ચોટાડેલ છે, સોરઠીયા વાડીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.78,000, કોઠારીયા કોલોનીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.56 લાખનો ચેક આપેલ હતો. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.