બાકીદારોની વધુ 15 મિલકત સીલ, 10 આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરી 15 મિલ્કત સીલ કરી એક નળ જોડાણ કાપી 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી હતી તેમજ સ્થળ ઉપર રૂા. 43.04 લાખની વેરાવસુલાત કરી હતી.
મોરબી રોડ પર આવેલ સાંઇનાથ ઇન્ડ એસ્ટેટ પ્લોટ નં-19/બી ને સીલ મારેલ, મોરબી રોડ પર આવેલ 1-નળ કનેક્શન ક્પાત, પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.55,820, ગોંડ્લ રોડ પર આવેલ વિજય પ્લોટમાં 7-યુનિટને સીલ મારેલ, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.11.195, ઇન્દિરા ચોક પાસે આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.6.71 લાખ, રૈયા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.60,000નો ચેક આપેલ, મોટા મોવા બાલાજી એન્ટરપ્રાઇઝને સીલ મારેલ, વાવડી વિસ્તારમાં રીય એન્ટરપ્રાઇઝના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.92,200, ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.14 લાખ, મવડી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.99,000, ગોંડલ રોડ પર આવેલ મારૂૂતી ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.80,000, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસની સામે રીકવરી રૂૂ.2.00 લાખ, સમ્રાટ ઇન્ડ એરીયામાં 2-યુનિટને નોટીસ આપેલ, મવડી એરીયામાં 1-યુનિટની નોટીસ સામે 1.00 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.37 લાખ, કોઠારીયા રોડ આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રૂૂ.51,000, કુલ 3,78,488 મિલ્કત ધારકોએ 328.61 કરોડ વેરો ભરેલ હતો.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.